નવરાત્રી પર્વ 2023 નિમિતે શ્રી વી એફ ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી મારફતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું.

Share to

રિપોર્ટર… નિકુંજ ચૌધરી


સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ શ્રી. વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી દ્વારા હાલ ચાલી રહેલા નવરાત્રી પર્વ નિમિતે ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન કરાયું.
તારીખ :૨૧ ઓક્ટોબરના સવારના ૯:૩૦ કલાકે શ્રી વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળાના પાટગણામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન સૌપ્રથમ માશક્તિ ની આરાધના રૂપે આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી ઓની મોટી સંખ્યામાં ગરબે ઘુમી રહ્યા હતા. સાથેજ શિક્ષકો પણ તાલીઓના સુરે ગરબે રમ્યા હતા. ગરબા નું આયોજન સમગ્ર સ્ટાફની જેહમત થી સફળ બન્યું હતું. જે શિક્ષણની સાથે આનંદ ઉત્સવ પણ મનાતો હોવાનું મનાઈ રહ્યું છે. જેથી વી એફ ચૌધરી. ઉચ્ચતર માધ્યમિક શાળા માં નવરાત્રી મહોત્સવ જેવા ગૌરવ આનંદ મહોત્સવ ની ભવ્ય ઉજવણી બાબતે તમામ વિદ્યાર્થી ઓના ચહેરા પર આનંદના સ્મિત ઉભરી આવે છે.


Share to