December 10, 2023

ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત સફાઈ નો કાર્યક્રમ યોજાયો..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 01-10-2023

ભરૂચ જિલ્લા ના રાજપારડી નગર ખાતે “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત રાજપારડી ના ચાર રસ્તા સહિત મુખ્ય બઝાર સહિત ગલી શેરીઓ માં કચરા સહિત અન્ય ઝાડી ઝાખરા સહિત ને હટાવી સ્વચ્છ કરાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

01/10/2023 ને રવિવારના રોજ માનનીય વડાપ્રધાનશ્રી ના “સ્વચ્છતા હી સેવા અભિયાન”ને જન જન સુધી પહોચાડવા અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને “સ્વચ્છ ભારત ની સ્વચ્છાંજલી આપવા ઝગડીયા ના રાજપારડી ગૃપ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં માં આવ્યો હતો આ કાર્યક્રમ માં નગર ના ગ્રામજનો તેમજ સેવાભાવી લોકો જોડાયા હતા તથા ગામમાં સાફ સફાઈ કરી હતી નગર ના બજારમાં આવેલ દુકાનદારોને ગંદકી ન કરવાની સમજણ આપવામાં આવી હતી તથા આ અભિયાન ને જનઆંદોલન બનાવવા પંચાયત ના સભ્યો સરપંચ અને તલાટી કમ મઁત્રી તેમજ આંગણવાડી ની બહેનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો…


Share to

You may have missed