November 21, 2024

જૂનાગઢ પોલીસે ૫૧,૦૦૦/- ની કિંમતના સામાનનો ખોવાય ગયેલ થેલો ગણતરીની કલાકોમાં શોધી થેલો રીકવર કરીને ભવનારના વતની અરજદાર સવજીભાઇ મોરડીયા ને સહી સલામત કીમતી થેલો પરત કર્યો

Share to



જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૫૧,૭૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, “પોલીસ પ્રજાનો મિત્ર છે,” એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર સવજીભાઇ ગોવીંદભાઇ મોરડીયા ભાવનગરના વતની હોય જે પરીવાર સાથે જૂનાગઢ આવેલ હોય અને રામવાડી ખાતે રોકાયેલ હોય સવજીભાઇ ઓટોરિક્ષામાં બેસી રામવાડીથી ચિતાખાના ચોક તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રોકડ રૂ. ૩૧,૭૦૦/- નું પર્સ તથા રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનો Samsung Galaxy કંપનીનો F53 મોબાઇલ ફોન તેમજ અન્ય જરૂરી સામાન બેંકની પાસબૂક તથા ડોક્યુમેન્ટ સહિતના સામાનનો થેલો રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય.* સવજીભાઇએ આજુબાજુ તપાસ કરતા તેમનો થેલો ક્યાંય મળેલ નહિ, જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી,દેવેનભાઇ સિંધવ, પાયલબેન વકાતર દ્વારા થેલો શોધવાની કાર્યવાહી હાથ ધરેલ તે દરમ્યાન નેત્રમ શાખા ખાતે અબા સાલમભાઇ કશેરી દ્વારા ૧ થેલો પોતાને મળેલ છે તેમ જણાવેલ, તે થેલા પરથી નેત્રમ શાખા દ્વારા તે થેલાના મૂળ માલીકની ઓળખ તથા તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી તે વ્યક્તિનો સંપર્ક કરેલ અને તે થેલો સવજીભાઇ મોરડીયાનો હોય તેવુ શોધેલ._

જૂનાગઢ પોલીસ દ્વારા અબાભાઇ કશેરીને તેની આ ઇમાનદારી બદલ બિરદાવવામા આવ્યા અને જુનાગઢ શહેરમાં કોઇ વ્યક્તિને કોઇની વસ્તુ મળે તો નેત્રમ શાખાનો સંપર્ક કરી જમા કરાવવા અપીલ કરવામાં આવે છે, જેથી કોઇની ખોવાયેલ/ભુલાયેલ વસ્તુ જે તે માલીકને સુપરત કરી શકાય. સવજીભાઇનો રૂ.૫૧,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ગણતરીની કલાકોમાં શોધી અને થેલો રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સવજીભાઇ મોરડીયાએ જણાવેલ કે તેમને આ થેલો પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલો પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો તેમજ અબાભાઇ કશેરીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed