મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બગડૂનું લોકાર્પણ તેમજ જૂથળ, સુત્રાપાડા અને વડોદરાઝાલા શાખાનું ઈ-લોકાર્પણ તથા બિલખા શાખાનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો લોકોના સહકારથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો ધ્યેય સાકાર કરીશું:

Share to




જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિત જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓની રહી ઉપસ્થિતિ જૂનાગઢ, :સંત, શૂરા અને સાવજની ધરતી જૂનાગઢ જિલ્લાના બગડૂ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બગડૂનું લોકાર્પણ તેમજ જૂથળ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને વડોદરાઝાલા શાખાનું ઈ-લોકાર્પણ તથા બિલખા શાખાનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ બેંકના ચેરમેનશ્રી અને વાઈસચેરમેનશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતું. જે પછી તમામ મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ તકે બગડુના સેવાભાવી આગેવાન શ્રી જગદિશભાઈ ડોબરિયા, શ્રી અશોકભાઈ ડોબરિયા અને શ્રી દિપકભાઈ ડોબરિયા દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવામાં આવ્યો હતો. જ્યારે બેંકના ચેરમેનશ્રીએ કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનું સ્વાગત કર્યુ હતું.

આ તકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ના આધારે વિકાસની રાજનીતિને આગળ વધારી રહ્યાં છીએ ઉપરાંત સહકારથી સમૃદ્ધિ સુધીનો ધ્યેય હશે તો જ આપણે વિકાસના પથ પર આગળ વધીશું. સહકારી ક્ષેત્રે ઝડપથી ધિરાણ મળી રહે અને નાનામાં નાના માણસને જોઈતી જરૂરિયાત મળી રહે એવી સુવિધા છે. છ દાયકા પહેલા ૬૮ લાખની ડિપોઝીટ સાથે શરૂ કરેલી બેંક ૧૩૦૦ કરોડ રૂપિયાની બેંક બની છે તો એ તમામની સહભાગીદારીથી અને સારી કામગીરીના લીધે સંસ્થા આગળ વધી છે. આમ વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને સુદ્રઢ કાર્યનિષ્ઠાના પરિણામે નાનામાં નાનો માણસ મુખ્ય ધારામાં આવે એવા વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આપણે પ્રવેશ્યા છીએ ત્યારે સહકારથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સૂત્રને સાકાર કરવા અને સ્વચ્છતા અભિયાનમાં ભાગીદારી નોંધાવવા મુખ્યમંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી

આ તકે સ્વાગત પ્રવચન જુનાગઢ જિલ્લા સહકારી બેંક પ્રમુખશ્રી કિરિટભાઈ પટેલે જ્યારે પ્રાસંગિક ઉદ્બોધન કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિસાવદર તાલુકાના ખેડૂત મનસુખભાઈ વઘાસિયા અને બિલખા ગામના સોઢા અફઝલભાઈનું અકસ્માતમાં અવસાન થતાં જેડીસીસી બેંક દ્વારા તેમના પરિવારજનોને ૧-૧ લાખના અકસ્માત વિમાના ચેક અર્પણ કરાયા હતાં.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડિયા તેમજ પૂર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, કૃષિબેંક ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિત હોદ્દેદારો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to