November 21, 2024

ઝઘડિયા ત્રણ રસ્તા પાસેથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતા બે ગાય અને બે વાછરડા ગૌરક્ષા સમિતિના સભ્યોની મદદ વડે ઝઘડિયા પોલીસે પકડી પાડ્યા છે.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 29-09-23

ચાર પશુઓને પીક અપ ગાડીમાં દોરડા વડે બાંધી કોઈપણ જાતના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતા ઝઘડિયા પોલીસે બેસોમાં વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગતરોજ પૃથ્વીરાજસિંહ, અમિતભાઈ, આશિષભાઈ નામના ગૌરક્ષક સમિતિના સભ્યોએ ઝઘડિયા પોલીસને બાતમી આપી હતી કે રાજપારડી થી ઝઘડિયા તરફ એક પીક અપ ગાડીમાં ગાય તથા નાના વાછરડા કતલ કરવાના ઇરાદે ભરીને આવે છે તેવી હકીકત જણાવેલી જેથી ઝઘડિયા પોલીસ મથકના ફરજ પરના કોન્સ્ટેબલ તેમની ટીમ સાથે ઝઘડિયા ત્રણ રસ્તા ઉપર ગયેલા અને વોચ ગોઠવી હતી, તે દરમિયાન એક મહેન્દ્ર પીકપ ગાડી આવતા પોલીસે ટોર્ચની લાઈટ થી ઈશારો કરી ગાડીને ઉભી રખાવેલ અને આ ગાડીના પાછળના ઉપરના ભાગે પ્લાસ્ટિક બાંધેલ હોય તેમ જ લાકડાના પાટીયા લગાવી બંધ કરેલ હોય ગાડી ઉપર ચઢી પોલીસ કોન્સ્ટેબલે જોતા તેમાં મૂંગા પશુઓ લાલ જેવા રંગની ગાય બે તથા લાલ તથા કાળા કલરના નાના બે વાછરડા મળી કુલ ચાર પશુઓ ગળામાં દોરડાથી ત્રાસ થાય તે રીતે બાંધેલ હતા,

તેમજ તેમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખેલ ના હોય, જેથી ઝઘડિયા પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે જીગ્નેશ ચૌધરી માંડવી સુરત જણાવેલું તથા તેની સાથેની સીટ પર બેસેલનું નામ પૂછતા તેણે રહેમાન આચાર સિંધી માંડવી સુરતના હોવાનું જણાવેલ, પોલીસે પશુઓ બાબતે પાસ પરમિટ કે કોઈક આધારપુરા માંગતા પીકપ ગાડીના ડ્રાઇવર તથા તેના ક્લીનરે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ, જેથી ઝઘડિયા પોલીસે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના પશુઓ અને ૩ લાખ રૂપિયાની કિંમતની પીકપ ગાડી મળી કુલ ૩,૫૦,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી

(૧) જીગ્નેશ સુનિલભાઈ ચૌધરી ગામ ગોડધા તા. માંડવી જી. સુરત (૨) રહેમાન આચાર સિંધી મુસ્લિમ ગામ ફૂલવાડી તા. માંડવી જી. સુરત વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share to

You may have missed