જો સમયસર પગલાં લીધા હોત તો સેલંબા ગામની કોમી ઘટના ટાળી શકાઈ હોત
#################
ઈકરામ મલેક:રાજપીપળા, નર્મદા
29 સપ્ટેમ્બર ની સવારે નર્મદા ના સાગબારા તાલુકા ના સેલંબ ગામે બજરંગદળ ની રેલી ઉપર કથિત રીતે પથ્થર મારા ની ઘટના બાદ દુકાનો અને વાહનોની તોડફોડ અને આગ ચંપી ની ઘટનાઓ બનવા પામી છે.
મળી રહેલી પ્રાથમિક માહિતિ મુજબ બજરંગદળ દ્વારા કાઢવામાં આવેલી રેલી ને તંત્ર તરફ થી કોઈ મંજૂરી આપવામાં આવી નોહતી, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આ રેલી મા એકત્રિત થવાના હોય ત્યારે પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો ને આ મામલે કેમ કોઈ જાણકારી નહતી?? એવા સવાલો ઉભા થઇ રહ્યા છે.
ઘટના ની જાણ થતા હવે નર્મદા જિલ્લા ની પોલીસ દોડતી થઈ ગઈ છે, જો પોલીસ પેહલાં જાગી હોત કદાચ આ ઘટના ના બની હોત….
જ્યારે આ ઘટનાની જાણકારી મળતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તેઓના એક વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે પોલીસ અધિકારી સાથે કે તેઓએ ગઈકાલે એટલે કે 28 સપ્ટેમ્બરે જ પોલીસને આ મામલે ચેતવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી જેના પરિણામે આ ઘટના થવા પામી છે.
ડેડીયાપાડા ના ધારાસભ્ય ધ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પ્રાંત અધિકારી એ પણ આ રેલી ને મંજૂરી નથી તેવું કહ્યું અને ચૈતર વસાવા એ પોલીસ ને પણ અગાઉ થી આ રેલી ના ઓથા હેઠળ ધમાલ કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી, છતાં પોલીસ નિષ્ક્રિય કેમ રહી ?