November 21, 2024

અશા માલસર બ્રિજ આવતી કાલથી ખુલ્લો મુકવામાં આવશે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથે વર્ચ્યુઅલી લોકાર્પણ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ

26-09-2023

વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા
અશા માલસર બ્રિજ નું “” શ્રી માધવ સેતુ “” બ્રિજ લોકાર્પણ આવતી કાલે એટલે તારીખ 27-09-2023 ના રોજ થનાર છે ત્યારે આ બ્રિજની બનાવાની માગણી ઘણા સમય થી આ વિસ્તારના ગામો દ્વારા કરવામાં આવી રહી હતી

આ બાબતે સરકારને અનેક વખત આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને આખરે આ બ્રિજ મંજુર થતા તેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ નું કામ કેટલાય મહિનાઓ થી પૂર્ણ થઇ જતા તેને લોકાર્પણ કરવા માટે રાહ જોવાય રહી હતી પરંતું સરકાર દ્વારા કોઈક કારણોસર તેને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં ના આવતા લોકો એ આ બ્રિજ ને ચાલુ કરવા માંગ કરી હતી

જોકે દેર સવેર આવતી કાલે શિનોર ના માલસર અને ઝગડીયા તાલુકાના અશા ગામ વચ્ચે નર્મદા નદી ઉપર નવનિર્મિત બ્રિજ નું વડાપ્રધાન ના હાથે લોકાર્પણ કરવામાં આવનાર છે…આ પુલ ને ખુલ્લો મુકાતા વડોદરા ના માલસર,શિનોર, સાધલી,પોર થઈ વડોદરા અમદાવાદ જઈ શકાશે તેમજ ભરૂચ જિલ્લા ના ઉમલ્લા રાજપારડી, ઝઘડિયા,અંકલેશ્વર, રાજપીપળા તેમજ નેત્રંગ ડેડીયાપાડા થઈ મહારાષ્ટ્ર પણ અવર જવર કરવા સરળ રહશે આ બ્રિજ બનવાથી 20 થી 25 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે અને વાહનચાલકો એ રાજપીપલા અને ભરૂચ સુધી નો ફેરાવો ઘટી જશે જેના થી લોકો નો સમય સહીત ઇંધણ ની પણ બચત થશે આ બ્રિજ નું બોડેલી ખાતે થી વ્રચ્યુઅલી લોકાર્પણ કરશે વડાપ્રધાન આ બ્રિજ નું નામકરણ “શ્રી માધવ સેતુ “” નામ સરકાર દ્વારા રાખવામાં આવ્યું …


Share to

You may have missed