October 4, 2024

જૂનાગઢમાં વિનય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે ગણેશ ચતુર્થી ના દિવસે ભક્તો દ્વારા ગણપતિ દાદા ની આરાધના કરીને સ્થાપના કરવામાં આવી

Share to




જુનાગઢ ખાતે વિનય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છેલ્લા 26 વર્ષ થયા દુદાળા દેવ શ્રી ગણપતિ દાદા ની સ્થાપના થઇ રહી છે અને આ કંપનીના માલિક વિજયભાઈ દોમડીયા ના માર્ગદર્શન હેઠળ આજરોજ ગણેશ ચતુરજી ના દિવસે તારીખ 19 /9 /23 મંગળવારના રોજ ગણપતિ દાદા ની સ્થાપના કરવામાં આવેલ આ પ્રસંગે બીનાબેન વિજયભાઈ દોમડીયા ના હસ્તે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે હાજર રહે કંપનીના સૌ પ્રતિનિધિ શ્રીઓ નરેન્દ્રભાઈ લકડ અને પંડિતજી અને હરિભાઈ શાહ તેમજ સમૂહ લગ્ન પ્રણેતા અને સમાજસેવક અને વિનય ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિશ્રી હરસુખભાઈ વઘાસીયા અન્ય ગણપતિ દાદા ના સૌ ભક્તજનો હાજર રહી અને આરાધના કરી અને સ્થાપના કરવામાં આવી હતી તેમજ આ ઇન્ડસ્ટ્રીની અંદર યુપી બિહારી અને મહારાષ્ટ્રીયન લોકો જ્યારે પોતાની રોજી રોટી મેળવવા આવતા હોય છે ત્યારે અહીંયા ગણપતિદાદાની શ્રદ્ધાથી આરાધના કરવામાં આવે છે અને રોજ સવારે અને સાંજે આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે છેલ્લા દિવસે દાદાના વિસર્જનના સમયે એક ભવ્ય પ્રસાદ આયોજન કરવામાં આવે છે તેમાં આજુબાજુ વિસ્તારના તમામ કામ કરતા શ્રમિકો અને અગ્રણી વેપારીશ્રીઓ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રીઓ તેમજ નામી અનામી સામાજિક રાજકીય સેવાભાવી લોકો પ્રસાધનો લાભ લેશે અને આ ગણપતિ દાદા ની આરતી નો અને દર્શનનો અને એમના આશીર્વાદનો લાભ લેતા હોય છે દુંદાળા દેવ ગણપતિ દાદાની હર હંમેશ અમારી કંપની ઉપર કૃપા રહી છે આ કંપનીની અંદર આશરે 250 પરિવારથી વધારે લોકો અહીંયા પોતાની રોજગારી મેળવી અને એના પરિવારને ખૂબ આગળ લઈ જવાના પ્રયત્ન કરતા હોય છે અને સુખી પણ બનતા હોય છે એવી આ દુંદાળા દેવની હર હંમેશ અમારી વિનય ઇન્ડસ્ટ્રીઝ ઉપર કૃપા રહી છે અને અમારા કંપનીના તમામ શ્રમિકો અને કામ કરતા સૌ લોકો ઉપર કૃપા બની રહે એવી ગણપતિ દાદા ને પ્રાર્થના કરીએ છીએ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to