October 4, 2024

સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે: વિહાર મોદીએ પત્નીના સહકારથી ઓસ્ટ્રેલિયામાં સફળતાના શિખરો સર કર્યા

Share to


– રાજપીપળાનાં વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ મલ્ટી-યુનિટ ફ્રેન્ચાઇઝી એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું

– વિહાર મોદીએ 2021 નાં વર્ષમાં પણ ઓસ્ટ્રેલિયામાં બીઝનેસ પરસન ઓફ ધ યર કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો હતો

(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : રાજપીપળાના વતની અને છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદી એ 2021નાં વર્ષમાં ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ એવોર્ડ આપી સન્માનિત કરતા ભારત દેશનું નામ રોશન કર્યું હતું.ત્યારે આ વર્ષે વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ મલ્ટી-યુનિટ ફ્રેન્ચાઇઝી એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું છે. રાજપીપળાના યુવાન વિહાર મોદીએ એન્જિનિયરિંગ માં માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ એન્જિનિયરિંગની નોકરી પછી સબવેમાં પાર્ટ ટાઇમ કામ કરવાની શરૂઆત કરી.2016 ના અંત સુધીમાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એન્જિનિયરિંગની નોકરી છોડી એ તેમનું મોટું જોખમ અને યોગ્ય નિર્ણય હોવાનુ તેઓ માને છે.2017 માં છેલ્લે તેમણે થોડો ઓપરેશનલ અનુભવ સાથે પર્થમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો.
ઈન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી 2021 નાં વર્ષમાં પહેલો એવોર્ડ મેળવી દેશનું ગૌરવ વધારનાર વિહાર મોદી પોતાની ધર્મપત્ની સપનાબેન મોદીનો સહકાર હોવાનું જણાવે છે.ત્યારે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ ઉક્તિ અહીંયા સાર્થક થાય છે.હાલમાં 13 સપ્ટેમ્બર – 2023 નાં દિવસે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ફ્રેન્ચાઇઝિંગ એવોર્ડ્સમાં વિહાર મોદીએ બેસ્ટ મલ્ટિ-યુનિટ ફ્રેન્ચાઇઝી 2023 પુરસ્કાર મેળવી બીજી વખત પોતાના પરિવાર રાજપીપળા અને ભારતનો વિદેશી ધરતી પર ડંકો વગાડ્યો છે.આમ રાજપીપળાના યુવાન વિહાર મોદીની આ સફર ભારત દેશના યુવાનો માટે પ્રેરણારૂપ કહી શકાય.


Share to

You may have missed