ઝગડીયા તાલુકામાં જુગાર રમતા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરતી પોલીસ…. થોડા દિવસ અગાઉ ઝગડીયા પોલીસ દ્વારા પણ આવી રીતની કામગીરી હાથ ધરવામાં આવી હતી…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 11-09-23
જુગારના રોકડ રૂપીયા 17,550 – તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ. 10,000 /- મળી કુલ રૂપીયા 27,550 /- ના મુદ્દામાલ સાથે 3 જુગારીઓને ઝડપી લીધા .
જીલ્લામાં પ્રોહી-જુગાર જેવી પ્રવૃતીઓને નેસ્ત નાબુદ કરવા અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન ના અનુસંધાને ઉમલ્લા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એન.ચૌધરી તથા સ્ટાફનાં પોલીસ માણસો સાથે પાણેથા ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઝગડીયા તાલુકાના પાણેથા ગામની સીમમાં આવેલ કાંકરીયા તળાવનાં કિનારે ઝાડીઓમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે જગ્યા ઉપર પોલીસ દ્વારા રેડ કરતા કુલ 03 આરોપીઓ ઝડપાઈ ગયા હતા..તથા અન્ય 04 આરોપીઓ
નાશી ગયા હતા..
જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી તેમની અંગ ઝડતી માંથી રૂ.15,500/- તથા દાવપરના જુદા-જુદા દરની ચલણી નોટો રૂ. 5,500 / તથા મોબાઇલ નંગ-બે ની કિ.રૂ.10,000/- તથા પત્તા પાના નંગ-પર જેની ગણી લઇ આમ કુલ્લે કિ.રૂ. 27,550 /- નો મુદ્દામાલ મળી આવતાં ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .
01- ઇકબાલભાઇ બચુભાઇ દિવાન ઉ.વ.43 રહે, પાણેથા નવીવસાહત તા.ઝઘડીયા જી.ભરૂચ
02- આસીફભાઇ હબીબભાઇ પઠાણ ઉ.વ.39 રહે, પાણેથા નવીવસાહત તા.ઝઘડીયા જી.ભરૂચ
03 – વિક્રમભાઇ રમેશભાઇ વસાવા ઉ.વ.20 રહે. પાણેથા ચોકડી ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ.
ભાગી છૂટેલ વોન્ટેડ આરોપીઓ:-
04- આરીફભાઇ બચુભાઇ મલેક રહે.પાણેથા તા.ઝઘડીયા જી.ભરૂચ
05- અલ્તાફભાઇ મલંગભાઇ મલેક રહે.પાણેથા તા.ઝઘડીયા જી.ભરૂચ
06- મેહુલભાઇ શનાભાઇ વસાવા રહે.પાણેથા તા.ઝઘડીયા જી.ભરૂચ
07- ઇન્તુભાઇ (જેના પુરાનામની ખબર નથી.રહે, ઇન્દોર તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓ નાશી ગયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ઉમલ્લા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,