ઝગડીયા GIDC મા કોનોકાર્પસ ના વૃક્ષો ઉપર સવાલો ઉભા થયા.. લાખો ની સઁખ્યા મા ઉદ્યોગો દ્વારા ઉગાડેલા કોનોકાર્પસના વૃક્ષ…

Share to

ઝગડીયા GIDC મા એક એવુ વૃક્ષ જેના ઉપર પ્રતિબંધ હોવાનું સામે આવી રહ્યું છે તેમ છતાં મોટી સઁખ્યા મા હજુ રોપાઈ રહ્યા છે “””કોનોકાર્પસ”””….

ભરૂચ જિલ્લાની ઝગડીયા GIDC મા લાખો ની સઁખ્યા મા કોનો કોનોકાર્પસ નામના વૃક્ષો GIDC ના માર્ગો ની સાઈડો અને ઉદ્યોગો મા મોટી સઁખ્યા મા પ્લાન્ટેશન કરવાથી સ્થાનિક નાગરિકો દ્વારા આ છોડ થી થતા નુકશાન અંગે ચિંતા અને પ્રશ્નો ઉદભવ્યા છે.. સ્થાનિકો ના કહ્યા અનુસાર આ છોડ થી પર્યાવરણ સહિત લોકો ના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થાય છે આ છોડ થી અનેક બીમારીઓ થવાનું કહેવાયું છે..

ઝગડીયા ના અનેક ઉદ્યોગો મા પણ મોટી સઁખ્યા મા કોનોકોપર્સ ના વૃક્ષો નું વાવેતર…

વાત કરવામાં આવે તો કોનોકોપર્સ છોડ રોપવાથી ત્યાંની આસપાસ ના વિસ્તારની જમીન મા રહેલ પાણી વધુ શોષણ કરે છે તથા આ છોડ ઓક્સિજન લઈ ને નાઈટ્રોજન હવામાં છોડે છે તથા આ છોડ દરરોજ નું એક લાખ લિટર પાણી જમીનમાંથી સોખે છે જ્યાં જ્યાં આ છોડ વધુ સંખ્યામા છે ત્યા પાણી ના તળ ઊંડા જતા રહેવાનું મનાય છે તથા આ છોડ ઘર્ભવતી સ્ત્રી ને પણ નુકશાન કરતા હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે… ત્યારે સવાલ એ છે કે જો આ છોડ પર્યાવરણ અને લોકો ને નુકશાન કરતા હોઈ તો આટલી મોટી માત્રા મા ઉદ્યોગો દ્વારા આ છોડ કેમ લગાવવમાં આવ્યા કેમ કોઈ અન્ય છોડ લીમડા,પીપળા, ના છોડ લગાવવામાં ન આવ્યા શુ કોનોકાર્પસ આ જલ્દી મોટુ થાય છે તેના કારણે ઉદ્યોગો દ્વારા લાગવાયા કે પછી કોઈ અન્ય કારણે…અનેક દેશો મા આના ઉપર પ્રતિબંદ્ધ હોવા છતાં ભારત દેશ મા આ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તો શુ આ બાબતે તંત્ર પણ અજાણ છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે..ત્તયારે સ્થાનિકો દ્વારા GIDC માંથી કોનોકાર્પસના સમગ્ર છોડ ને હટાવી ત્યા અન્ય વૃક્ષો લગાવવાની માંગ ઉઠવા પામી છે …


Share to

You may have missed