નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ટાઉન બીટ વિસ્તારમાં પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહી જુગારની રેડમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં આવેલ મસ્જિદ ફડીયાના ટેકરા ઉપર રાજેશના ઘરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામા લાઇટના અજવાળે સલમાન અબ્દુલ મલીક પઠાણ નાઓ પોતાના અંગત ફાયદા સારું પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.
જે મળેલ બાતમી આધારે પોલીસ તથા પંચોએ બાતમીવાળી જગ્યાએ આવતા કેટલાક ઈસમો કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર રમતા હતા. જ્યાં રેઈડ કરતા જગ્યા ઉપર ૪ જુગારીઓ પકડાઇ ગયા હતા. જે પકડાયેલા ખેલીઓને પંચો રૂબરૂ નામ-ઠામ પુછતા તથા અંગ ઝડતી કરતા ૧૦,૫૫૦/- તેમજ દાવ પર ના ૨,૫૦૦/- રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૧૩,૦૫૦/- ઝપ્ત કર્યા હતા. જ્યારે અન્ય પાંચ જુગારીઓ ફરાર થતાં પોલીસે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલ જુગારીઓ :-
(૧) ઇરફાન ફિરોજ પઠાણ
(૨) હમરાજ અમીર દિવાન
(૩) પ્રવિણભાઇ ઉત્તમભાઇ સીરસાઠ
(૪) રાકેશભાઇ ભગવાનદાસ સૈયાદાન
ફરાર જુગારીઓ :-
(૧) વોન્ટેડ સલમાન અબ્દુલ મલીક પઠાણ
(૨) વોન્ટેડ સિકુભાઇ હિંમદભાઇ શેખ
(૩) વોન્ટેડ રાજેશ ઉર્ફે ખન્ના વસાવા
(૪) વોન્ટેડ હિતેશભાઇ વસાવા
(૫) વોન્ટેડ રાજુભાઇ મંગળદાસ પ્રજાપતી
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો