November 21, 2024

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ પ્રિવી કંપની દ્વારા જાહેરમાં માટી નાખવામાં આવી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 05-09-23

ઝઘડિયા જીઆઇડીસીમાં મા જાહેર રસ્તાઓમાં પ્રદુષિત માટી નાખવાના બનાવો ઘણા સમયથી બની રહ્યા છે

ઝઘડિયા GIDC ના પ્લોટ નંબર 765 રોડ નંબર 2 મા આવેલ પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ નામની કંપની દ્વારા તેના ગેટ ની બહાર જાહેર મા માટી નખવામાં આવી હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે માટી ના ઢગલા મોટી માત્રા મા કંપની ની બહાર દેખાઈ રહ્યા છે આ માટી પ્રિવી સ્પેસ્યાલીટી લિમિટેડ કંપની મા કોઈક કામ ચાલતું હોઈ જેનું કંપની ના પ્લાન્ટ માંથી ખોદકામ કરી અને તેને ટ્રેકટર વળે ગેટ ની બહાર લાવી જી આઈ ડી સી ના નોટિફાઈડ અધિકૃત જગ્યા મા નાખવામાં આવી રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી બાબતે પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જીઆઇડીસી નોટિફાઇડ ઓફિસ પાસેથી માટી જાહેરમાં નાખવાની મંજૂરી લીધી છે કે નહીં તે પણ એક તપાસ નો વિષય છે જોકે જાહેર ખુલી જગ્યા મા નાખવામા આવી રહેલ માટી પ્રદુષિત છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી જોકે આ માટીના સેમ્પલ લેવામાં આવે અને GPCB દ્વારા ચકાસણી કર્યા બાદ તેનો રિપોર્ટ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે …

ઉલ્લેખનીય છે કે કેટલાક ઝગડીયા GIDC ના ઉદ્યોગો દ્વારા હાલ કન્સ્ટ્રક્શન નું કામ ચાલતું હોય જેમાં કેટલાક ઉદ્યોગો બેફામ બની અને નિયમો નો ભંગ કરી જાહેરમાં ખેતરો મા તેઓના ઉદ્યોગોમાંથી નીકળતી માટીને જાહેર રસ્તા તેમજ રોડોની સાઈડ ની અંદર માં ફેંકી દેતા હોય છે ઘણી વખત ઉદ્યોગોમાથી નીકળતી માટી પ્રદુષિત અને કેમિકલ યુક્ત પણ હોઈ છે જેનાથી પર્યાવરણ સહિત માનવ તથા પશુ પક્ષી અને ખેતીના પાકો ને નુકશાન કરતી હોઈ છે…ત્તયારે વિના રોયલ્ટી અને પોલ્યુશન વિભાગની મંજૂરી લીધા વિના જ આ માટી અને અન્ય મટેરીયલોને લઈ જવા લાવવામાં આવે છે જેને તંત્ર દ્વારા કોઇ તપાસ અને દેખરેખ રાખવામાં આવતું નથી જેનાથી વિના રોયલ્ટી ચાલતા વાહનો બેફિકરીથી સરકારી ટેક્સની ચોરી કરતા હોય છે ત્યારે આવા વાહનો ઉપર પણ પોલીસ પ્રશાસન તથા અન્ય વિભાગો દેખરેખ રાખી અને આવા ઉદ્યોગો અને વાહન ચાલકો ઉપર દંડનીય કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે જોકે હાલ પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નાખેલ માટી ની પરમિશન ઉપર લોક ફરિયાદ ઉઠતા હાલ આ વિશે GPCB તેમજ ખાણ ખનીજ વિભાગ સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરે તે લોકમાંગણી ઉઠવા પામી છે…


Share to

You may have missed