પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 05-09-23
વધતા જતા હિંસક પશુઓના હુમલાઓના કારણે આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
હિંસક જાનવરોની સામે રક્ષણ માટે જનજાગૃતિ યોજી જાણકારી આપવાની માંગ કરી છે.
ઝઘડિયા વન વિભાગ ના રેન્જ વિસ્તારમાં અને નેત્રંગ તાલુકા ના વણખુટા ગામે ગત સપ્તાહે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષીય બાળકને દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાવાની ઘટના બની હતી, જેના સંદર્ભમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કાર્યકરોએ આજરોજ મુખ્યમંત્રી ને સંબોધી એક આવેદનપત્ર પ્રાંત અધિકારી ઝઘડિયાને પાઠવી હિંસક પ્રાણીઓના હુમલાઓ સામે રક્ષણ માટે હથિયારોનો પરવાનો તેમજ હુમલાઓ બાબતે જનજાગૃતિના કાર્યક્રમ યોજવાની માંગણી કરી છે. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા પોતાના આવેદનપત્રમાં જણાવાયું છે કે નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષીય સાલૈયા કુમાર દેવેન્દ્રભાઈ વસાવાને દીપડો ત્યાંથી ખેંચી જઈ તેનું મોત નીપજાવ્યું હતું, જેના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દીપડાના હુમલાનો ભોગ બનનાર પરિવારને ઓછામાં ઓછું ૧૦ લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક અસરથી મળવું જોઈએ, પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળવી જોઈએ, આદમખોર દીપડાને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી ઝડપી લેવામાં આવે જેથી વધુ લોકો પર હુમલા થાય નહીં,
આદિવાસી સમાજને સ્વરક્ષણ માટેના હથિયારના પરવાના આપવામાં આવે, હિંસક જાનવરોથી બચવા માટે જનજાગૃતિની શિબિર યોજી જાણકારી આપવામાં આવે, હિંસક જાનવરોથી ભોગ બનેલાના વળતરના બાકી કેસ હોય તેનો તાત્કાલિક અસરથી વળતર મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે, વધુમાં તેમણે જણાવ્યું છે કે આદિવાસી સમાજ મોટાભાગે જંગલ વિસ્તારમાંજ વસવાટ કરે છે અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાની સુરક્ષા માટે પાકા સગવડવાળા મકાનો નથી બનાવી શકતા કે જેમાં સંડાસ બાથરૂમ હોય અને મકાનની ચારે બાજુ પાકો કોટ હોય, પોતાની આજીવિકા માટે ખેતી, ખેત મજૂરી ઢોર પાળવા જેવા કામો બહાર સીમમાં અથવા જગ્યામાં જવું પડે છે, કેટલાક વર્ષોથી જંગલો હિંસક જાનવરો અવારનવાર હુમલા કરી રહ્યા છે, બકરા વાછરડા ઉપર હુમલા થઈ રહ્યા છે પરંતુ હવે તો માણસો પણ હિંસક પશુઓ હુમલા કરી રહ્યા છે, જેથી તેમણે આ આવેદનપત્રમાં કરેલી માંગણીનું તાત્કાલિક અસરથી અમલ થાય તેમ જણાવ્યું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.