જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વાંદરવડ ગામમાં જે,ડી,સી,સી, બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર તેમજ મંડળીના મંત્રી અને પ્રમુખએ સાથે મળી કાવતરું રચીને ખેડૂતો સાથે કરોડોની ઉચાપત કરી

Share toજૂનાગઢના ભેસાણ તાલુકાના વાંદરવ્ડ ગામની સેવા સહકારી મંડળીમાં કરોડોની ઉચાપતની બેંક મેનેજર દ્વારા એલસીબી માં ફરિયાદ નોંધાવી છે
ભેસાણ શાખા નાજ પૂર્વ બ્રાન્ચ મેનેજર વાંદરવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ એ મોટા પાયે ગેરરિતી આચારીને 6 કરોડ અને 56 લાખ રૂપિયાની ઉચાપત કરી છે જેમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર તો પોતે ખાતેદાર ખેડૂત ન હોવા છતાં મોટા પાયે ધિરાણ પોતાના નામે ઉપાડીને અંગત ઉપયોગ કર્યો છે અનેક ખેડૂતોએ મંડળીમાંથી ઉપાડેલા ધિરાણ કરતા વધુ રકમનું ધિરાણ દર્શાવિને વધારાના ધિરાણની રકમનો ઉપાડ કરી અને અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા ઉપરાંત ખેડૂત સભાસદો પાસેથી વસુલાત ની રકમ મેળવી રૂપિયા બેંકમાં ભરવાને બદલે પોત એ અંગત રીતે ઉપયોગ કર્યો હતો. મંડળીના પ્રમુખે પણ પોતાના ખાતામાં મોટી રકમનું ધિરાણ ઉપાડી લીધું હતું અને ખેડૂતો સભાસદો ના ખોટા લોન ખાતા ઉભા કરી ખોટા સરવૈયા બનાવી મોટા હિસાબો રજૂ કરીને કરોડો રૂપિયાની ઊંચાપત કરી હતી બેંકના ચેરમેન દ્વારા આકરો નિર્ણય લઇ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ભેસાણ પોલીસ પી, એસ, આઇ, ડી, કે, સરવૈયા દ્વારા તપાસ કરીને મુખ્ય આરોપી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ કપુરિયા તેમજ જિલ્લા સહકારી બેંકના પૂર્વ મેનેજર રમેશભાઈ રામાણીની ધરપકડ કરવામાં આવી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to