*શિક્ષક દિન- શ્રેષ્ઠ શિક્ષક સન્માન-૨૦૨૩*
*ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવશે*
ભરૂચ- શનિવાર- આપણી ધરતી મહાન શિક્ષકોની ભૂમિ રહી છે. આર્યભટ્ટથી લઈને ડૉ.અબ્દુલ કલામ સુધી ઘણા મહાન શિક્ષકોએ સારા શિક્ષકના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ.અબ્દુલ કલામે કહ્યું છે કે, “શિક્ષકો કોઈપણ દેશની કરોડરજ્જુ છે, તે આધારસ્તંભ છે જેના પર તમામ આકાંક્ષાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે”. એક શિક્ષક કાચા બીજને યોગ્ય દિશામાં ખીલવા માટે નિઃસ્વાર્થપણે તેના તમામ પ્રયત્નો કરે છે. શિક્ષક જીવનના વિવિધ તબક્કાઓ શીખવે છે. માતા, પિતા, ભાઈ કે અન્ય કોઈપણ વ્યક્તિ જે આપણને જ્ઞાન આપે છે અને સાચા માર્ગે માર્ગદર્શન આપે છે તે શિક્ષક છે.
તા.પ સપ્ટેમ્બરે શિક્ષક દિને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થનાર શિક્ષકશ્રી મહેશભાઈ વસાવા સરદાર સ્મારક પ્રા. શાળા મકતમપુરથી શાળા અભ્યાસ કરીને એ.ટી.ડીમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી ૨૦૦૨ થી શિક્ષક તરીકે શ્રી ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ.વિદ્યામંદિર અંકલેશ્વર ખાતે નિમણુંક મળતા શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી હતી.
શાળાની ગુણવત્તામાં વધારો કરવામાં ખૂબ સારી ભૂમિકા રહી છે. બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવામાં સંશોધન, ઇનોવેશન આત્મબળ, કલ્પનાશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ ધીરજ, કુશળતા,ચીવટ જેવા ગુણોનો વિકાસ થાય તેવી રીતે બાળકોને શિક્ષણ આપે છે.
શાળાના દરેક કાર્યક્રમોમાં સફળ સંચાલન કરવામાં, વાલીનો પૂરો લોકસહકાર પ્રાપ્ત કરવામાં, શૈક્ષણિક પ્રવાસ, દરેક કાર્યમાં સકારાત્મક બનીને શિક્ષક તરીકે બાળકમાં સર્વાંગી વિકાસ થાય તેમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.વાંચન, લેખન, ગણનનું જાતે સાહિત્ય તૈયાર કરી બાળકો ને આપી, શાળા સમય પહેલા શિક્ષણ આપી સમયદાન પણ કર્યુ છે અને તેમણે ગુણોત્સવમાં ખુબ જ સારી કામગીરી કરી હતી.
વિવિધ ડે આઘારીત ચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવે છે તથા વિધાર્થીને તે અંગે માર્ગદર્શન આપે છે. બાહ્ય ચિત્રકલા અંગેના સેમિનાર તથા વર્કશોપ તથા સરકારી પરીપત્ર મુજબની સ્પર્ધામાં ભણ લેવામાં આવે છે જેમા રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવેલ છે. શાળાના શુસોભન તથા વોલ પેઇન્ટીંગ તથા બાળકોને રૂચી આવે એવા ડેમો આપવામાં આવે છે. પરીક્ષામાં સારા માર્કસ તથા ગ્રેડ મેળવવા માટેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. તે માટે બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરીણામ આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે બ્લેક બોર્ડ સુશોભન તથ અન્ય કામગીરી સફાઇ, સેવા તથા સંસ્કાર આપવાનું કાર્ય કરવામાં આવે છે. સમાજ ઉપયોગી જનજાગૃતિ આવે તેવા કાર્ય માટે રેલી યોજીને પ્લેકાર્ડ માધ્યમથી જન જાગૃત કાર્યક્રમ કરવામાં કરવામાં આવી રહ્યું છે.
કાર્યમાં સકારાત્મક બની શિક્ષક તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે. શાળાના વિવિધ કાર્યક્રમો, શાળા પ્રવેશોત્સવ, વિશ્વ યોગ દિવસ, રાષ્ટ્રિય કાર્યક્રમો, શહિદ દિન, શ્રધ્ધાંજલી, બાળ મેળો, વિજ્ઞાન મેળો, કલા ઉત્સવ રમોત્સવ, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા વગેરેમા બાળકોને યોગ, આસનો અને રમત-ગમત ક્ષેત્રે તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ભાગ લેવડાવે છે.
More Stories
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં સહભાગી થઈ ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન પૂજન કર્યા…*
જૂનાગઢ ના બાંટવામાં 1કરોડથી વધારે લુંટના બનાવની હકિકતનો પર્દાફાશ કરતી જૂનાગઢ પોલીસ સોનાના દાગીના રોકડ સહિત કુલ કિ.રૂા ૧,૯૦,૦૮,૬૧૦/- નો મુદામાલ અમદાવાદ ખાતેથી પોલીસે રીકવર કર્યો
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*