September 7, 2024

જુનાગઢ માં પોરબંદર થી શાંતીબેન પોબોદરા રક્ષાબંધન ઉપર ભાઈને રાખડી બાંધવા આવ્યા હતા ભાઈની ઘરે આવતા રાખડી સહિત 5000 નો થેલો ખોવાઈ ગયો જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં થેલો શોધીને અરજદાર બેનને પરત કર્યો

Share to




જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર શાંતિબેન બાલુભાઇ બાપોદરા પોરબંદર જીલ્લાના વતની હોય અને જૂનાગઢ તેમના ભાઇને રાખડી બાંધવા આવેલ હોય. શાંતિબેન બસ સ્ટેશનથી તેમના ભાઇના ઘરે જવા માટે રિક્ષામાં બેસેલ તે દરમિયાન તેમનો થેલો ખોવાયેલ હોય, તે થેલામાં ૨,૦૦૦/- રૂપિયા રોકડ ,ભાઈને બાંધવા માટેની રાખડી, કપડા તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય* અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના* માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા, હાર્દીકભાઇ સિસોદીયા,અંજનાબેન ચવાણ, એન્જી. રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી શાંતિબેન બાપોદરા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા શાંતિબેન બાપોદરા જે ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે ઓટો રીક્ષાના રજી નં GJ 11 UU 1304 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની રિક્ષામા હોવાનું જણાવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા શાંતિબેન બાપોદરાનો રાખડી તેમજ ૨,૦૦૦/- રોકડ રૂપિયા તેમજ અન્ય સામાન સહિતનો કુલ રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો થેલો રીકવર કરી ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને શાંતિબેન બાપોદરાએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો…
જુનાગઢ માં ભાઇને દુરથી રાખડી બાંધવા આવેલ બહેનનો રાખડી સહિતનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ભાઇને દુરથી રાખડી બાંધવા આવેલ બહેનનો રાખડી સહીત રૂ. ૫,૦૦૦/- ના સામાનનો થેલો ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે….

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શન ન્યુઝ


Share to

You may have missed