જુનાગઢ ના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઇતિહાસ થી ઘેરાયેલું શ્રી સ્વયંભૂ ઢુંઢડીનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ મસ દરમ્યાન હજરો ભક્તો માથું ટકાવીને પુણ્યનું ભાથું બાંધે છે

Share to



ધંધુસર ગામના મેહેર સમાજના અગ્રણી શ્રી વિક્રમભાઈ ચાંગેલા તથા રાજુભાઈ દીવરાણીયા તથા અરજણભાઈ ઉકાભાઇ મૂળિયાસીયા શિવ એગ્રો કેમિકલ્સ વાળા જાદવભાઈ તેમજ પૂજારી સુરેશભાઇ અને માહિતી ખાતાના બીપીનભાઈ જોશી વિક્રમભાઈએ ઢુંઢડીનાથ મહાદેવ નો ઇતિહાસ ઢંઢોળ્યો હતો સૌરાષ્ટ્રમાં કહેવત છે દતન શો પતન માયા સો મિટિં આ કહેવતને સાર્થક કરતા અહીંયા ઢુંઢડીનાથ બાપુ સોપારી ઉપર શીર્ષાસન કરી અને અઘોર તપસ્યા કરેલ હતી છેલ્લે તેમનું શરીર અહીંયા ધંધુસર મુકામે સમાપ્ત થયેલ હતું અહીંયા ચોરાશી સ્તંભનું મહાદેવનું મંદિર છે સમસ્ત ગામ તથા વિક્રમભાઈ દ્વારા સારા ભજનીક કલાકારોને લઈ અહીંયા શ્રાવણ માસ દરમિયાન પ્રોગ્રામ કરતા જે કંઈ પણ આવક થાય તેમાંથી આ મંદિરનો જીણોદ્વાર કરેલો હતો અને ધંધુસર ગામ આખી એક જ મહેર ની વસ્તી ધરાવતું ગામ છે અહીંયા લગભગ બીજી કોઈ વસ્તી નથી બે પાંચ બ્રાહ્મણોના ઘર છે સાધુઓના ઘર છે અને એકદમ રળિયામણું ગામ છે ખેતી ઊપર વધારે ધ્યાન આપે છે જુનાગઢથી લગભગ દસ કિલોમીટર છે ખેતીવાડી તથા ગૌપાલન સાથે સંકળાયેલ છે વિક્રમભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે એમને પોતાને હનુમાનજીના મંદિરે ઘણી વખત ધૂન તથા ભજન મંડળી રાખે છે શ્રાવણ માસ દરમિયાન ઢુંઢડીનાથ મહાદેવ દર સોમવારે અભિષેક કરવામા આવે છે અને સાંજે મહા આરતી નો પ્રોગ્રામ કરવામાં આવે છે વિક્રમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to