DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી પાણીની આવક થતા નર્મદા ડેમ હાલમાં ૮૦ ટકા ગ્રોસ સ્ટોરેજ પાણીથી ભરાયો

Share to




તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૩ની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ



ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૮ મી ઓગસ્ટ, ૨૦૨૩ને સોમવારના રોજની હાલની સ્થિતિએ ૧૩૨.૬૦ લેવલ મીટરે નોંધાયેલી છે. ઉપરવાસ માંથી પાણીની આવકમાં ધીમા પ્રવાહે વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૯૦,૩૧૧થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં મહત્તમ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યુબિક મીટરની છે જેના સામે હાલમાં ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૩ની સ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૫૬૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ૮૦ ટકા ગ્રોસ સ્ટોરેજથી ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસ માંથી થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમના બંને વીજ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રિવરબેડ પાવર હાઉસ માંથી વિજ ઉત્પાદન બાદ ૪૪,૪૯૭ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ માંથી ૧૪,૭૭૯ ક્યૂસેક પાણીની જાવક સરોવરમાં થઈ રહી છે.


Share to

You may have missed