દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાનાં હંગામી સંગ્રહ / વેચાણના લાયસન્સ મેળવવા બાબત

Share to



ભરૂચ-સોમવાર – નવેમ્બરમાં આવતા દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણનો પરવાનો મેળવવા માંગતા ભરૂચ તથા વાગરા તાલુકાના અરજદારોએ તા.૨૪/૦૯/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫) જરૂરી વિગતો ભરી આ કચેરી ખાતે ૩(ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે.
ફોર્મમાં સંપુર્ણ વિગતો તથા અરજી ફોર્મ ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી નીચેના આધાર પુરાવા સામેલ રાખવાના રહેશે.
૧ )”૦૦૭૦-૬૦–૧૦૩–૦૦” બીજી વહીવટી સેવાઓ (O.A.S.) સદરે રૂા.૩૦૦/– દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે તેમજ રૂા.૬૦૦/– પરવાના ફી એમ કુલ મળી રૂા.૯૦૦}– જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું.
૨) સુચિત સ્થળનો એપ્રુવ નકશો જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતોઆવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે.
૩) પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૦૨(બે) ફોટા તથા આઈ.ડી.પ્રુફ જેમ કે આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ.
૪) માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા–પાવતી તેમજ માલિક ઘ્વારા સદર જગ્યાએ હંગામી વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવત એફિડેવિટ.



૫) નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ “ ના વાંધા પ્રમાણપત્ર ” ( એન.ઓ.સી.) ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર.
૬) સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર,
૭) ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ—સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ. તા. ૨૪/૦૯/૨૦૨૩ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચની એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed