September 6, 2024

નેત્રંગ બજારમાં આવેલ ગાંધી પ્રોવિઝન સ્ટોર્સ નામ ની દુકાનમાંથી ડ્રાયફ્રુટ પિસ્તા નાં પેકિંગ માંથી જીવતી ઇયળ નીકળી..! લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા દુકાન ધારકો…

Share to

નેત્રંગ ના બઝારો માં ખુલ્લેઆમ લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા દુકાનધારકો.. આદિવાસી વિસ્તાર ધરાવતા ભોળા લોકો ને એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ પધરાવી દેવામાં આવતી હોવાનું ચોકાવનારું સત્ય…

ભરૂચ જિલ્લા સહિત તાલુકા માં અવર નવર ખાવા પીવાની ચીજ વસ્તુ માંથી જીવતા જીવજંતુ ઓ નીકળતા જ રહે છે એવું કહીએ તો કોય નવાઈ નહિ પરંતુ જિલ્લા નાં કેટલાક જવાબદાર વ્યક્તિ ઓ બે જવાબદાર થઈ ને ફરે છે પોતાની ફરજ ને માળિયે મૂકી દેતા સમાન્ય માણસ ને વેઠવાનો વારો આવ્યો છે..

ત્યારે ફરી એક વાર નેત્રંગ ટાઉન માં આવેલા ગાંધી પ્રોવિઝન સ્ટોર્સ નામ ની દુકાન માંથી ગત રવિવારે એક જાગૃત નાગરિક દ્વારા ડ્રાય ફ્રુટ પિસ્તા ની ખરીદી કરવા માટે ગયા હતા ત્યાર બાદ તેઓ નેત્રંગ બઝાર સ્થિત ગાંધી પ્રોવિઝન સ્ટોર્સ માં ગયા હતા ત્યા તેઓ દ્વારા દુકાનદારે અન્ય વસ્તુઓ સાથે અમદાવાદ સરખેજ સ્થિત વીણી નામની કંપની ના પિસ્તા ની પ્રોડક્ટ આપી હતી આ પિસ્તા ની પ્રોડક્ટ ને ઘરે લાવી પેકિંગ ખોલતા તેમાંથી પિસ્તા ઉપયોગ માં લેતા તેમાંથી જીવતી ઇયળ નીકળતા પરિવારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જોકે સમય સૂચકતા વાપરી પરિવાર સભ્ય દ્વારા જીવતી ઇયળ ધ્યાને આવતા ડઘઇ ગયા હતા અને જેતે ગ્રાહકે તરતજ પિસ્તા નું આખે આખું પેકિંગ જ દુકાનદાર ને ત્યા પરત કારવા માટે પહોંચી ગયા હતા અને દુકાનદારને આ વિશે જાણ કરી અને પિસ્તાનું પેકેટ આપી તેમાંથી નીકળેલ જીવાત દેખાડી હતી ત્યારે દુકાનદાર દ્વારા ગ્રાહકને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો અમદાવાદની કંપની છે અને અમને શું ખબર પડે કે એમાંથી ઇયળ નીકળે છે કે નહીં પરંતુ દુકાનદારને આવો જવાબ સાંભળી અને ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવા કહ્યું હતું જેથી દુકાનદાર નામ ખરાબ થાય અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવાના ડરથી તેને ગ્રાહકને વસ્તુ પરત આપવા અથવા પૈસા પરત આપી દેવા જણવ્યું હોવાનું કહ્યું જેથી આ મામલો શાંત પડી ગયો હોવાની માહિતી મળી રહી છે..

ત્યારે સવાલ એ કે ઘણા ખરા કિસ્સા માં મોટે પાયે એક્સપાયરી ડેટ અને ખરાબ થઈ ગયેલ ખાવાની ચીજ વસ્તુઓ માલ સામાન નેત્રંગ ઝગડીયા વાલિયા જેવા આદિવાસી વિસ્તારોના મુખ્ય બઝાર માં કેટલાક દુકાનદારો વેચાણ કરતા હોઈ છે જેની અનેકવાર લોકબુમ ઉઠવા પામી છે થતા અગાઉ પણ નેત્રંગ તાલુકા માં અનેક વાર સડેલું અનાજ અને એક્સપ્રાયરી ડેટ વાળુ ચીજવસ્તુ વેચતા હોય એવા બનાવ બની ચૂક્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે શું તાલુકા માં આવા અનેક બનાવ બને છે તો શુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આવા દુકાનદારો વીક્રેતા ઉપર કાર્યવાહી કેમ નથી કરતુ અને અન્ય જવાબદાર અધિકારીઓ કેમ આવા લોકો ઉપર નઝર નથી રાખી સકતા જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોઈ તેને કેમ અટકાવમાં નથી આવતા …ત્યારે હવે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ બાબતે કોઈક અધિકારીઓ એક્શન લેશે ખરા .? શું આવા વેપારીઓ ઉપર કોઈ તપાસ કે કાર્યવાહી કરશે ખરા તે જોવું રહ્યું…જોકે આ બાબતે હજુ કોઈ ફરિયાદ થઈ છે કે કેમ તે હજુ અકબંધ છે…

પ્રતિનિધિ / સતીશ વસાવા,બિ્યુરોચીફ ભરૂચ

દૂરદર્શી ન્યૂઝ


Share to