શહેરને દેશભક્તિમાં રસતરબોળ કરતો વતનનાં રતન કાર્યક્રમ યોજાયો
સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર નગરજનોને ઘર આંગણે પ્રાપ્ત થયો
ભરૂચ: મંગળવાર – આઝાદીના અમૃતકાળમાં સમગ્ર દેશ જ્યારે “મારી માટી મારો દેશ : વીરોને વંદન” કાર્યક્રમ મનાવી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી અપાવવામાં જે નરબંકાઓએ શહીદી વ્હોરી છે તેમને યાદ કરવા તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર
ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે નગરજનો ને પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કલેકટરશ્રી તુષાર સુમેરાએ પ્રસંગોચિત પ્રવચન આપતા કહ્યું હતું કે, આવનારા સમયમાં ભરૂચ અને અંકલેશ્વરમાં હજુ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. રહેવા યોગ્ય ભરુચનું સ્વપ્ન આપણે બધાં ભેગાં મળીને પૂરું કરીશું.
વધુમાં તેમણે સાહિત્યકાર સાંઈરામ દવેને ભરૂચની ઓળખ બનેલી સૂઝનીની ભેટ આપી સુજની કળા વિશે જણાવી એક ધરોહર સાચવવાના
પ્રયાસ અને તેના પરિણામની ચર્ચા કરી હતી.
સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરા અવસર નગરજનોને માણ્યો હતો. આ પ્રસંગે સાંઈરામ દવેએ આઝાદીની ચળવળ ભાગ ભજવનાર ભરૂચના ક્રાંતિવીરોને યાદ કરી એમના કર્મોને વર્ણવ્યા હતાં.
આ પ્રસંગે, ધારાસભ્યશ્રી સર્વે શ્રી રમેશ મિસ્ત્રી, શ્રી અરૂણસિંહ રણાએ પણ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ડીડીઓ શ્રી પ્રશાંત જોશી, ધારાસભ્યશ્રી સર્વે શ્રી રમેશ મિસ્ત્રી, શ્રી અરૂણસિંહ રણા,નગર પાલિકા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાધલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા સભ્ય શ્રી હેમંત પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ તેમજ મોટી સંખ્યામાં શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
**
More Stories
બોડેલીમાં ધોધમાર વરસાદ રોડ પર ભરાયા પાણી આજે સવાર થી જ બોડેલી વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ
જૂનાગઢ નો હારૂનભાઇ આમદભાઇ ગંભીર વ્યાજે રૂપીયા આપી પઠાણી ઉઘરાણી કરતો હતો પોલીસની કાયદેસરની કાર્યવાહી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી
* નેત્રંગ તાલુકાના ૧૨ ગામોના ખેડુતો-આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો