બી.આર.સી.નેત્રંગ આયોજિત બ્લોક કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધામાં પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ નાં વિદ્યાર્થીઓ ઝળક્યા

Share to



ભરૂચ: જી.સી.આર.ટી., ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ સંચાલિત બી.આર.સી.નેત્રંગ આયોજિત વર્ષ.૨૦૨૩-૨૪ બ્લોક કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે કુમાર તથા કન્યા શાળામાં કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રકારના કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્ય નો વિકાસ ના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર બી.આર.સી.નેત્રંગ આયોજિત તાલુકા કક્ષાનું આયોજન કુમાર તથા કન્યા શાળા નેત્રંગ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં નેત્રંગ તાલુકાઓની અનેક શાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ , દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ નાં કુલ ચાર વિદ્યાર્થીઓએ પણ સંગીત વાદન સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ પૈકી સંગીત વાદન સ્પર્ધા , વાર્તા કથન સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળા થવા બ્રાન્ચનાં બાળકો (૧) વસાવા ધ્રુવકુમાર સુનિલભાઈ (૨)ચૌધરી આર્યકુમાર દિનેશભાઈ (૩)વસાવા સચિન કુમાર મુકેશભાઈ (૪)વસાવા આયુષીકુમારી રતિલાલભાઈ એ
દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે શાળાના આચાર્યશ્રી.માધવસિંહ વસાવા, સહિત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed