અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનય વસાવાના અધ્યક્ષપદે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

Share to


મારી માટી, મારો દેશ:માટીને નમન અને વીરોને વંદન

ભરૂચ:ગુરૂવાર: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે મારી માટી, મારો દેશ:માટીને નમન અને વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિનય વસાવાએ સ્વ.અમજદખાન મલિકની યાદમાં બનાવેલ શિલાફલકમનું અનાવરણ કરયું હતું.નગર પાલિકા વોર્ડમાંથી એકત્ર કરેલ માટીને કળશમાં એકઠી કરીને શિલાફલકમ આગળ મૂકીને દિપ પ્રાગટય કરી શાહિદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ શ્રી વિનય વસાવાએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આઝાદી અપાવવા માટે પોતાનું સર્વ ન્યોછાવર કરનાર શહીદોની શહાદતને યાદ કરવાની ક્ષણ ગણાવી હતી.આ ઉપરાંત માતૃભૂમિની ઋણ અદા કરવા માટેનો અનેરો અવસર છે,તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વ અમજદખાન મલિકના પરિવારજનોને નગરપાલિકાના પ્રમુખ શ્રી હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્વાતંત્ર સેનાની સ્વ .ઈશ્વરભાઈ ઘેલાભાઈ કાયસ્થના પરિવાર જનોને પણ ગાંધીજીની પ્રતિમાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વેળાએ સાઈ નૃત્ય અકાદમીના છાત્રોએ દેશભક્તિ આધારિત તથા માતૃભૂમિની ઋણ અદા કરતી કૃતિ રજુ કરી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું હતુ. આ વેળાએ નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ તથા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે કળશ યાત્રા સમારોહ સ્થળથી જલારામ મંદિર થઈને ભરૂચ નગપાલિકા ખાતે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ વેળાએ અંક્લેશ્વર મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત,ચીફ ઓફિસર શ્રી કેશવરાય કોલરિયા સહિત નગરપાલિકાના સદસ્યો તથા નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
-૦-૦-૦-


Share to