November 29, 2023

અબડાસા તાલુકાના વાઘાપધર ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

Share to

લોકેશન. વાઘાપધર અબડાસા.



જે કાર્યક્રમ અંતર્ગત અબડાસા ના
R.F.O બી એન દેસાઈ સાહેબ તેમજ ફોરેસ્ટર દેવીદાન ભાઈ ગઢવી તેમજ રીટાયર્ડ આર્મીમેન મહિપત સિંહ ખેતુભા જાડેજા ગામના સરપંચ ,તલાટી, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો ગામના વડીલો ગામના યુવાનો બહેનો તેમજ શાળાનું શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ શીલા ફલક સમર્પણ ને વધારવામાં આવ્યું.
ત્યાર પછી પંચપ્રાણ પ્રતિજ્ઞા શાળાના શિક્ષક નાગશીભાઈ દ્વારા સૌ આગેવાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી. ત્યારબાદ મહેમાનો અને ગ્રામજનોના હસ્તે શાળાના પરિસરમાં 75 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પધારેલ મહેમાનો અને રીટાયર્ડ આર્મી મેન જાડેજા મહિપતસિંહ અને જાડેજા વિક્રમસિંહ બંનેનું ગામના આગેવાનોના હસ્તે સન્માન પત્ર અને મોમેન્ટો તથા સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને રિટાયર્ડ આર્મીમેન જાડેજા મહિપતસિંહ દ્વારા પ્રસંગિક ઉદબોદન આપવામાં આવ્યું અને તેમના ફરજ ના કાર્યકાળ દરમિયાન કરેલ કામગીરીનું વર્ણન કરવામાં આવ્યું અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શિક્ષણ પર ભાર આપવા માટે ગ્રામજનોને આવવાન કરવામાં આવ્યું ત્યાર પછી R.F.O દેસાઈ સાહેબે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ તલાટી બેન શ્રી નેહલબેન દ્વારા ગ્રામસભા કરવામાં આવી હતી. ત્યારબાદ રીટાયર્ડ આર્મીમેન જાડેજા મહિપતસિંહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું.

કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to