અંકલેશ્વરના 3 પોલીસ મથકમાં જપ્ત કરાયેલી 160 બાઈકની હરાજી થઇ

Share toહરાજીમાં બોલી બોલાતાં આખરે 6.52 લાખ રૂપિયા ઉપજ્યાં

અંકલેશ્વર ત્રણ પોલીસ મથક માં વિવિધ ગુનામાં જપ્ત કરેલ 160 બાઈક ની હરાજી યોજાઈ હતી. શહેર એ ડિવિઝન પોલીસ ની 50, રૂરલ પોલીસ મથક ની 31 અને જીઆઇડીસી પોલીસ મથક ની 79 બાઈક હરજાઈ માં 6.52 લાખ રૂપિયા ઉપજ્યા હતા. જીઆઇડીસી ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે વાહનોની હરાજી કરાઇ હતી.

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા ગુના માં તેમજ એમ.વી. એક્ટ કલમ 207 મુજબ તેમજ બિનવારસી હાલતમાં જપ્ત કરેલા વાહન જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી નિકાલ કરવા માટે હરાજી અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી.

આઈ.પી.એસ લોકેશ યાદવ તેમજ અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતા માં યોજવામાં આવેલ 160 બાઈક ની હરાજી યોજાઈ હતી જેમાં અંકલેશ્વર એ .ડિવિઝન પોલીસ મથક ની 50 વાહનો ના 1.80 લાખ રૂપિયા, રૂરલ પોલીસ મથકના 31 વાહનો ના 1.21 લાખ રૂપિયા અને જી.આઈ.ડી.સી પોલીસ મથક ના 79 વાહનો ના 3.51 લાખ ની ઉચ્ચ બોલી સાથે હરાજી કરાઈ હતી.


Share to