October 4, 2024

ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ગાંજાનો 20.961 કિલો જથ્થા સાથે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share to

Gautam Dodia ની વોલ પર થી કોપી

ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી 21 કિલો ગાંજો ઝડપાયો, બે ની ધરપકડ

ભરુચ શહેરનાં યુવાનોને નશાની રવાડે ચઢાવે તે પહેલા જ ગાંજાનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો
કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવેલો ગેરકાયદેસર 20 કિલો 961 ગ્રામ ગાંજો કબ્જે કરાયો
પોલીસે ₹ 2.30 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત બેને ધરપકડ કરી

ભરૂચ શહેરમાં યુવાનોને ઉડતા ભરુચ બનાવે તે પહેલા જ ભરુચ એસ.ઑ.જી.એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે અને નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સૂચનાને આધારે ભરુચ એસ.ઑ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને તેઓની ટીમ પેટ્રોલિંગમા હતી. દરમિયાન બાતમી મળી હતી કે, મહંમદપુરાના કરિશ્મા કોમ્પલેક્ષમાં રહેતો જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને ન્યુ કસક નવી નગરીમાં રહેતી શાહીસ્તા અબ્દુલ મુસા અરબ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા કમાવવાના ઇરાદે ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવનાર છે.
બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ટ્રોલીબેગો અને બેગપેક બેગમાં સંતાડેલ 20 કિલો 961 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOG એ 2.09 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને શાહીસ્તા અબ્દુલ મુસા અરબને ઝડપી પાડી હતી. જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુરતના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed