નેત્રંગ. તા.૦૮-૦૮-૨૩.
આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્રારા આયોજિત વિશ્ર્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી જીલ્લા કક્ષાની નેત્રંગ ખાતે થશે. જેને લઈ ને તાલુકા ભરના આદિવાસી ભાઈઓ બહેનો સહિત યુવાનોમા અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નેત્રઆ નિમિતે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાપઁણ અને ખાતમુહુર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણના કાયઁકમ રાજ્યના કેબીનેટ મંત્રી પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતા મા આજે ૯મી ઓગસ્ટ ના રોજ સવારે ૧૦ કલાકે નેત્રંગ નગર ખાતે નેત્રંગ ઝંખવાવ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના સંકુલ ખાતે યોજાશે આ કાયઁકમ મા જીલ્લા સાંસદ મનસુખ વસાવા સહિત ઝધડીયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, અને જંબુસર ના ધારાસભ્યો, ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ, નેત્રંગ, ઝધડીયા, વાલીઆ તાલુકા પંચાયત ના પ્રમુખો, સભ્યો સહિત મોટી સંખ્યા મા આદિવાસી સમાજ ના લોકો ઉપસ્થિત રહેશે.
*વિજય વસાવા નેત્રંગ*