ભારે વરસાદ બાદ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ થયું વધુ સતર્ક : રોગચાળો ન ફેલાઈ થાય તે માટે રાખવામાં આવી રહી છે વિશેષ તકેદારી
જિલ્લામાં રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની સતત ચાલતી કામગીરી ભરૂચ- બુધવાર – ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે આવી પડેલી આફત સામે જિલ્લા વહીવટી તંત્ર ઢાલ બનીને ઉભુ છે. વહીવટી તંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈ પણ મોટી આપત્તિનો સામનો કરવો પડ્યો નથી. ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જિલ્લામાં વરસાદે વિરામ લેતાં લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્નારા પુરઅસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં હાંસોટ તાલુકાના હાંસોટ અને આસરમા, પાંજરોલી વગેરે જેવા પુરઅસરગસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી આરોગ્ય વિષયક કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ ગ્રામજનો,તલાટી મંત્રી શ્રી અને સરપંચશ્રી સાથે ચર્ચા કરી પૂરના પાણી ઉતરી ગયા પછી રોગચાળા અટકાયતી પગલાં માટે કેવું આયોજન કરવું તે સમજાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં નાના બાળકો, સગર્ભાઓ, બીમાર લોકો અને વૃદ્ધ લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરતા જિલ્લામાં વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. ગ્રામીણ કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તથા ગ્રામ પંચાયતો અને નગરપાલિકા સાથે સંકલન કરી જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત જ લોકો પાણીને ઉકાળીને પીવે, મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલા લે તે અંગે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઘરે ઘરે જઈને એબેટ સારવાર દ્વારા ઇન્ડોર પાણીમાં પોરા નાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલ્ટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે, તેમજ ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસો ન વધે એ માટે ભરૂચ જિલ્લાવાસીઓને આરોગ્ય સંબંધિત રાખવાની કાળજી અંગે આરોગ્ય કર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ વરસાદ બાદ ઉદભવતી નાની મોટી વાઇરસ જન્ય બીમારીઓ સામે રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા સમજાવવામાં આવી રહ્યા છે.
વરસાદ બાદ નાગરિક તરીકે આપણે સૌએ પણ આપણી ફરજ અદા કરવી જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામગીરી, આરોગ્યલક્ષી કામગીરી કે રોડ રસ્તાની મરામત સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે તેને પૂરો સહયોગ આપવો જોઈએ. આપણે પણ આપણાં ઘર-શેરી કે મહોલ્લામાં ગંદકી ફેલાતી હોય તો તેને અટકાવી સ્વચ્છતા જાળવવી જોઈએ, સ્વચ્છતા રાખી આપણાં ઘર-પરિવારની આરોગ્યલક્ષી સુખાકારીને જાળવીએ.
More Stories
પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરીંગ
બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરદા ગામે કેનાલ પાસે રોડ ઉપરથી કિ.રૂ.૪,૩૬,૯૭૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
વડોદરા જાબુવા ખાતે BSUP ના કોરપોરેસ્ન ધવારા અને કોરપોરેસ્ન ની હદમા મકાન આપવામા આવેલા અને તયા પાણી ભરાઈ જવાના કારને દુરર્ગંધ મારી રહેલ હોવાથી રોગચાડો ફેલાય જેવુકે ડેગયુ મેલેરયા કોલેરો ફાતી નીકડે તવી પરીસતીથી જોવા મડીરહી છે એકબાજુ કચરાપેડી આગનવાડી આવેલી છે