December 22, 2024

નેત્રંગ તાલુકાના શણકોઈ ગામના પાટિયા પાસે.સ્કુટર પર દારૂની હેરાફેરી કરતા બે ખેપિયા ઝડપાયા.

Share to


કુલ ૫૨ હજારનો મુદામાલ જપ્ત
અન્ય બે શખ્સને પકડવા કાયઁવાહી હાથ ધરી.

નેત્રંગ. તા.૦૮-૦૮-૨૩.

નેત્રંગ પોલીસે નેત્રંગ- ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઈ ગામના પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા સ્કૂટર ચાલક સહિત એકને ઝડપી લઇ કુલ્લે રૂપિયા ૫૨,૫૦૦/= નો મુદામાલ જપ્ત કયોઁ હતો.વિદેશી દારૂનો જથ્થો આપનાર અને લેનાર બુટલેગરોને ઝડપી પાડવા પોલિસે કાયઁવાહી હાથ ધરી છે.
નેત્રંગ પોલીસે બાતમીના આધારે થવા તરફથી બે ઇસમો એક સ્કૂટર પર વિદેશી દારૂનો જથ્થો લઇ ને નેત્રંગ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા શણકોઈ ગામના પાટિયા પાસે વાઁચ ગોઠવી નંબર પ્લેટ વગરનુ  એક સ્કૂટર ચાલક લઇ આવતા  સ્કૂટર ચાલક તેમજ તેની સાથે પાછળ બેઠેલ ઇસમને અટકાવી તેઓની પાસેથી એક સ્કુલ બેગ માંથી તેમજ સ્કૂટર ની ડીકી ખોલતા વિદેશી દારૂનો જથ્થો માલુમ પડ્યો હતો. તેની ગણતરી કરતા ૧૮૦ એમ.એલ ના કોટરીયા નંગ ૧૮૫ જેની કિંમત રૂપિયા ૧૮,૫૦૦/= સ્કૂટર જેની કિંમત ૩૦,૦૦૦/= મોબાઇલ નંગ બે જેની કિંમત રૂપિયા ૪૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૫૨,૫૦૦/= નો મુદામાલ જપ્ત કરેલ ઝડપાયેલ ખેપિયાઓ (૧) નરેશ અમરસીંગ વસાવા (૨) દેવેન્દ્ર લક્ષ્મણભાઈ વસાવા બંન્ને રહે નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા બયડી ગામ નિશાળ ફળીયુ જ્યારે વિદેશી દારૂ નો જથ્થો આપનાર તેમનાં જ ગામનો વોન્ટેડ આશીષ સોનજી વસાવા તેમજ માલ લેનાર ઇસમને ઝડપી લેવાની કાયઁવાહી નેત્રંગ પોલીસે કરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed