5-5 વર્ષ થી આંગણવાડી મકાન વગર રઝળતા બાળકો પ્રત્યે તંત્ર ને અંધાપો??

Share to

નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને લૂણો લાગ્યો!


ભાડા ના મકાનોનું ભાડું ચૂકવી શકવામાં ICDS વિભાગ નિસફળ જતા મકાન માલિકો એ આંગણવાડી ખાલી કરાવતા, તંત્ર માટે શરમ જેવું કંઈ ખરું??

ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપલા નગર ની દક્ષિણ ફળિયા અને સડક ફળિયાની આંગણવાડી કેન્દ્રો ખસ્તા અને જર્જરિત થઈ જતા બન્ને આંગણવાડી ના બાળકો ને આશા વર્કર બહેનો દ્વારા નગરી-નગરી દ્વારે-દ્વારે ની જેમ અલગ-અલગ ભાડા ના મકાનો મા ફેરવવામાં આવી રહ્યા છે.

3 થી 6 વર્ષ ના માસૂમ બાળકો નર્મદા જિલ્લા ના વહીવટદારો ના દિશા હીન અને અનગઢ વહીવટ ના પ્રતાપે આશરે 100 જેટલા માસુમો હાલાકી ભોગવી રહ્યા છે , જિલ્લા કલેકટર શ્રીમતી સ્વેતાબેન તેવતીયા અને તેમના હસ્તક નું ICDS વિભાગ આંખો બંધ કરી ને બેઠું છે, તેમને 5-5 વર્ષ થી મકાન વગર રઝળતા બાળકો દેખાતા નથી, જો દેખાતા હોત તો વાલીઓ ની વારંવાર ની લેખિત રજૂઆતો નું કંઈક પરિણામ જરૂર આવ્યું હોત.

નર્મદા જિલ્લા કલેકટર કચેરી ના આધુનિક કોન્ફરન્સ હોલમા ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય નેતાઓ ની હાજરી મા વિકાસ લક્ષી પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ થાય છે, ત્યારે રાજપીપળા નગરની ખસ્તાહાલ આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ ના મકાનો બાબતે ક્યારે પગલાં ભરાશે??

બાળ અને સંકલિત વિભાગ ના અધિકારી અને કર્મચારીઓ ને બેસવા માટે સારી ઓફિસો મળતી હોય ત્યારે આ કુમળા બાળકો ને ક્યારે મળશે? જિલ્લા કલેકટર, પ્રોગ્રામ ઓફિસર, અને ICDS ઓફિસર ત્રણેય પદ ઉપર મહિલાઓ બિરાજમાન હોવા છતાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ની આંગણવાડી અને બાળકો ની હાલાકી બાબતે તેઓ ક્યારે શરમ અનુભવશે?


Share to