જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કક્ષાનો ૭૪માં વન મહોત્સવની ઉજવણી નાંદોદ ખાતે કરાશે

Share to*રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે તા. ૦૫મી ઓગસ્ટના કાર્યક્રમ યોજાશે*

નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કરવામાં આવશે. વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫મી ઓગસ્ટના રોજ સવારે ૧૦.૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે.
રાજપીપલા ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીમાં અતિથી વિશેષ તરીકે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા અને અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી નાણાકીય વ્યવસ્થાપન-ગાંધીનગરના શ્રી એન.શ્રીવાસ્તવ(IFS) ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર(જનરલ), નાયબ વન સંરક્ષકશ્રી મિતેશભાઈ પટેલ (સામાજિક વનિકરણ) અને તેમની ટીમ કરી રહી છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed