September 7, 2024

સાગબારા તાલુકાના ચીકલી ગામથી જાવલી થઈ સેલંબા સુધી જતા રસ્તા પરના દબાણો હટાવવા મુદ્દે સર્મથનમાં આવ્યા સાંસદ

Share to



રસ્તા વચ્ચે આવતા સેલંબા બજાર ની 1500 જેટલી દુકાનો મકાનો ને અસર પહોંચતી હોય દબાણો બળજબરીથી દૂર કરવાને બદલે લોકોને સમજાવીને અને વિશ્વાસમાં લઈને તેને દૂર કરવા સાંસદ મનસુખ વસાવાની તંત્ર ને સૂચના

રાજપીપળા : નર્મદા જિલ્લાની વિઝિટમાં આવેલા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સાંકડા રોડને જોઈ પહોળો કરવા સૂચના અપાતા સાગબારા તાલુકાના ચીકલી ગામથી જાવલી થઈ સેલંબા સુધી જતા રસ્તાને પહોળો કરવાની કામગીરી કરતા પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વે કરતા સેલંબા ગામના 1500 થી વધુ દુકાનો અને મકાનો ને અસર પહોંચતી હોય રસ્તા વચ્ચે આવતા આ દબાણોને દૂર કરવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો ઇસ્યુ કરતા લોકોમાં ફાફળાટ ફેલાયો થયો હતો અને જે બાબતે સંકલન માં પણ અનેક વાર મુદ્દો ઉઠ્યો હતો ત્યારે સેલંબા ગામના વેપારીઓ અને રહીશો વર્ષોથી કામ ધાંધો કરી વસવાટ કરતા હોય વધુ પ્રમાણ માં દબાણો દૂર ના કરે એ અંગેની સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતા મસુખ વસાવા એ જિલ્લા કલેક્ટર ને પત્ર લખી દબાણો હટાવવા સ્થાનિકો સાથે વાત કરી દબાણો બળજબરીથી દૂર કરવાને બદલે લોકોને સમજાવીને અને વિશ્વાસમાં લઈને તેને દૂર કરવા જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી છે.

નર્મદા જિલ્લા કલેક્ટરને પત્ર લખતા સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાગબારા તાલુકાના ચીકલી ગામથી જાવલી થઈ સેલંબા સુધીનો રસ્તો બનાવવાની મંજૂરી આપી છે. આ રોડ બનવાથી સમગ્ર તાલુકાની જનતાને ઘણો ફાયદો થશે. આ રોડનું નિર્માણ કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ. બાંધકામની કામગીરી દરમિયાન આ રોડ પર જ્યાં પણ દબાણો જોવા મળે છે તેને દૂર કરવા પણ જરૂરી છે. પરંતુ આનો અર્થ એ નથી કે આ અતિક્રમણ બળજબરીથી દૂર કરવામાં આવે, બલ્કે લોકોને સમજાવીને અને વિશ્વાસમાં લઈને તેને દૂર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.ઘણા સમયથી મને એવી ફરિયાદ મળી છે કે જે નાના વેપારીઓ ઘણા વર્ષોથી રોડ પર કેબીનો અને લારીઓ મૂકીને રોજીરોટી કમાઈ રહ્યા છે તેમની સર્કલ રોડ હાઉસિંગ વિભાગના અધિકારીઓ અને સિટી સર્વેના અધિકારીઓના કહેવાથી ધરપકડ કરવામાં આવી છે. આ બધી બાબતો ની ચર્ચા માટે સંસદના વર્તમાન ચોમાસુ સત્ર પછી એક બેઠકનું આયોજન કરવા વિનંતી કરું છું, જેમાં તમામ સંબંધિત લોકો ભાગ લે અને હું પણ અહીંના લોકોના પ્રતિનિધિ તરીકે હાજર રહીશ. ઉપરોક્ત વિષય પર તમામ સંબંધિત લોકો સાથે પરામર્શ કરીને તેમને વિશ્વાસમાં લઈ હાલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની તાતી જરૂરિયાત છે.


Share to

You may have missed