ઓનલાઈન જોબ શોધતા તિલકવાળાના યુવક સાથે રૂ.12,000/- ની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો

Share to



“પોલીસ દ્વારા અજાણ્યા લોકો સાથે ઓનલાઈન નાણાંકીય વહેવાર કરવા સામે ચેતવણી આપતા બોર્ડ માર્યા છતાં લોકો છેતરાઈ રહ્યા છે”

ઇકરામ મલેક:રાજપીપલા, નર્મદા

નર્મદાના તિલક વાળા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ ની વિગત મુજબ તિલકવાડા માછી ફળિયામાં રહેતા કેયુરકુમાર રાજેશભાઈ ભાટીયા ઉમર 28 તેઓ જેતપુર વઘારેલી ખાતે આરોગ્ય કેન્દ્રમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરે છે.

ગત તારીખ 29 6 2023 ના રોજ તેઓ પોતાના લેપટોપ ઉપરથી ડેટા એન્ટ્રીનું ઓનલાઇન કામ શોધી રોજગારીની તલાશમાં હતા તે સમયે ગ્લોબલ ઓમેગા જોબ સર્વિસ.કોમ નામની વેબસાઈટ મા ઓનલાઈન નોકરી અંગે ઓફર હોઈ તેઓ એ પોતાના મોબાઈલ નમ્બર સહિત ની વિગતો એમાં દાખલ કરી હતી…

એપ્લાય કર્યું હતું, જેમાં પ્રથમ રજીસ્ટ્રેશન ફી પેટે ગૂગલ પે દ્વારા રૂ.450/- પંજાબ એન્ડ સિંધ નામ ની બેન્ક ના એકાઉન્ટ માં ભરાવ્યાં હતા અને અને તેઓ એ ડેટા એન્ટ્રી નું કામ કરી કુલ 1400 ફોર્મ ભરવાનું કામ કર્યું હતું, છતાં પણ અવનવા બહાના કાઢી કામ ના બદલા મા પૈસા આપવાના બદલે અલગ અલગ બે વખત ગૂગલ પે દ્વારા 3999 અને 7999 એકાઉન્ટ મા નાખ્યા હતા.

તેમ છતાં સામે થી છેતરપીંડી કરનારાઓ એ હજી તમે પૈસા જમા નથી કરાવ્યા ફરી થી કરાવો તેવા તેમ કહેતા ફરિયાદી કેયુરભાઈ ને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું ભાન થઈ જતા આખરે તેમણે સાયબર ક્રાઈમ મા 4/7/2023 ના ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી જે બાદ ગઈકાલે 2/8/2023 ના તિલકવાળા પોલીસે તેમની બોલાવી આ મામલે કાયદેસરની એફ.આઈ.આર દાખલ કરી આરોપી વેબસાઈટ ના સંચાલકો સામે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ:- ઈકરામ મલેક, રાજપીપલા


Share to