September 7, 2024

અબડાસા તાલુકાના નલિયા માં આયુર્વેદ, હોમિયો પેથ,કુદરતી ઉપચાર, નાડી નિદાન, નાડી સંશોધન,એકયુપ્રેશર અને યોગ દ્વારા શરીર નાં તમામ રોગો ની સારવાર માટે નાં મેગા આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

Share to

લોકેશન. નલીયા.

આ કેમ્પ માં ૧૫૦ થી પણ વધારે સારવાર થઈ શકે છે.આયુર્વેદ અને હોમીઓ પ્પેથીક સારવાર નાં કેમ્પ છેલ્લા ૧૦ વર્ષ થી અહીં થઈ રહ્યા છે.લોકો માં અત્યાર નાં સંજોગો માં આ સફળ સારવાર માં ખૂબજ વિશ્વાસ બેસી ગયો છે.

આજના કેમ્પ માં પણ સારી સંખ્યા માં લોકો ઉમટ્યાં હતાં.

શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી નલિયા ખાતે યોજાયેલા કેમ્પ ની શરૂઆત ગાયત્રી મંત્ર નાં મંત્રોચ્ચાર થી
પધારેલા મહેમાનો,સેવાભાવી ઓ અને સેવાભાવી ડોકટર શ્રી ઓના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લુ મુકાયું હતું.

આ કેમ્પ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા નરા ગૌ શાળા ના સ્થાપક અને મુખ્ય દાતા, ગૌ રક્ષા પ્રેમી અને રઘુવંશી સમાજ નાં અગ્રણી દાતા, ઘાટકોપર નિવાસી સ્વ.મહેન્દ્ર ભાઈ વિ .ચંદન (ભામાશા) ની સ્મૃતિ યાદ માં આ કેમ્પ રાખવામાં આવ્યું હતું.


જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભૂજ,ગાયત્રી પરિવાર નલિયા દ્વારા સંયુક્ત આયોજિત આ કેમ્પ માં આયુર્વેદ નાં નિષ્ણાંત ડૉ.પિયુષભાઈ ત્રિવેદી,ડો મનીષભાઈ ત્રિવેદી, હોમીયો પેથ નિષ્ણાંત ડો.પ્રતીક્ષાબેન પવાર, કુદરતી ઉપચાર નિષ્ણાંત – અનુભવી નાડી વૈધ અને પતંજલિ યોગ શિક્ષક અશોકભાઈ સોમૈયા ( જખૌ ) સેવા આપી હતી.

આ કેમ્પ માં શરીર ના તમામ રોગોનું નિદાન કરીને સારી જાતની દવાઓ નિશુલ્ક આપવામાં આવી હતી. ખુબજ સફળ આયુર્વેદિક અને હોમીયો પેથિક પદ્ધતિ ની સારવાર કરવામાં આવી હતી.

ખાસ આ કેમ્પ માં હાલમાં ખુબજ ફેલાયેલો આંખોનો રોગ કંજક્ટીક્ વાઇટસ (આંખો આવવી) માટે દવા અને જરૂરત મંદ ને કાળા ચશ્મા પણ ફ્રી આપવામા આવ્યા હતા.

આજના કેમ્પ માં વધારે વરસાદ થી પાણી જન્ય રો ગો,વાયરલ સહિત તમામ તાવો તેમજ અન્ય ચેપી રોગો સામે રક્ષણ આપતો અનેક જાત ની ઔષધિઓ માંથી તૈયાર કરવામાં આવેલા પ્રજ્ઞા પેય ,( ઉકાળો) તેમજ ખુબજ મોંઘી આયુદેવ ગોળી ઓ સંશ્મની વટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ નાં આયોજન,વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં હરેશભાઈ ઠકકર ગાયત્રી પરિવાર,મનોજ કતિરા અને શૈલેષ વડેરા, રમેશભાઈ ભાનુશાલી (માં આશાપુરા ન્યૂઝ અબડાસા)નો મુખ્ય સહયોગ રહ્યુ હતું.

આ કેમ્પ માં અંકિત આઇયા, મનોજભાઈ કતીરા,શૈલેષ વડેરા સહિત ઘણા બધા સ્વંય સેવકો સેવા આપી રહ્યા છે.મૂળજી સેજપાલ વગેરે આમંત્રિત મહેમાનો પણ દીપ પ્રાગટ્ય વખતે હાજર રહ્યા હતા.


ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ મામધ શેઠ મેમણ આરોગ્ય સેવા સમિતિ,પ્રજ્ઞા જયોત, તૃપ્તિ બેન રતનશી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ,ધન લક્ષ્મી બેન આઇયા સા.ચેરી.ટ્રસ્ટ,યુગ નિર્માણ ગાયત્રી પરિવાર સહિત નો સહયોગ મળ્યો હતો.

કચ્છ ગાયત્રી પરિવાર નાં શિવજી ભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ,ડો શ્વેતા બેન સેલોત,કચ્છ મિત્ર માં આશાપુરા ન્યૂઝ તેમજ અનેક ચેનલો પણ પ્રચાર પ્રસાર માં ઉપયોગી રહી હતી.


સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to

You may have missed