સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Share toભરૂચ- બુધવાર- આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ પર્વની શાનદાર ઉજવણી થાય તેવા શુભ આશય સાથે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આગોતરા આયોજન સંદર્ભે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અંકલેશ્વર ખાતે યોજવામાં આવશે. ભરૂચ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોષી, નિવાસી અધિક કલેકટરશ્રી એન. આર ધાંધલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત તમામ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાંય

૦૦૦૦૦


Share to