November 21, 2024

ઝગડીયા GIDC ના ઉદ્યોગો નું પ્રદૂષિત પાણી NCTL ના સંપ સુધી લઈ જતી લાઇનમાં ભંગાણ થતા પ્રદૂષિત પાણી કલાકો સુધી વરસાદી કાંસમાં વહ્યું…

Share to

ઝઘડીયા જીઆઇડીસીની NCTL ની પાઇપ લાઈનમાં અનેક વાર ભંગાણ સર્જાતા NCTL ની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.

પ્રતિનિધિ / સતીશ વસાવા 02-08-2023

ઝઘડીયા જીઆઇડીસીમાં કેટલીક વાર પ્રદુષિત હવા , ઘન કચરો, પ્રદુષિત પાણી સંગ્રહ કરવામાં આવે છે આવા પ્રદુષિત પાણી વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ ઘણી વખત બનતી રહે છે,.. ત્યારે આજરોજ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ NCTL ની પ્રદુષિત પાણીની લાઈન જે NCTL ના સંપ સુધી જોડે છે, તે લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.આ ભંગાણ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ KLJ કંપની નજીક થી પસાર થતી લાઈન માં જોવા મળ્યું હતું સંપ સુધી જતી પ્રદુષિત પાણીની લાઈનમાં મોટાપાયે લીકેજ જોવા મળતા પસાર થતા લોકોમાં ભય પેદા થયો હતો

અને લોકો એ તેનાથી દુરી બનાવી રાખી હતી લીકેજ થયાને કલાકો વીતવા છતા NCTL ને આ વિશે જાણ ન હોઈ તેમ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું ન હતું.NCTL કંપનીની આ બેદરકારી ના કારણે આ લાઈનમાં લીકેજ થયેલ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહી રહ્યું હતું અને વરસાદી કાંસ થકી તે નજીકની ખાડીમાં તથા ખાડી વાટે નર્મદા સુધી પહોચી સકે છે.લાપરવાહ NCTL ના સંચાલકો દ્વારા કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત જીઆઇડીસીની મોનીટરીંગ ટીમે પણ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી એમ સ્થાનિકો દ્વારા જણાવાયુ હતું ઉદ્યોગો નું પ્રદુષિત પાણી ખાડી અને નર્મદા સુધી પહોચતા તેના વચ્ચે અનેક ગામો અને અસંખ્ય ખેતરો તળાવો આવેલા હોય છે જેથી આવા લીકેજમાંથી પ્રદુષિત પાણી સાફ પાણી માં ભડતા ખાડી અને નદી ના જળચર પ્રાણી અને પશુઓના જીવ સામે ખતરો ઉભો થવાની દહેશત વર્તાઇ રહી છે

અગાઉ પણ આ પ્રકારે ઝગડીયા GIDC નું પ્રદુષિત પાણી ખાડી કોતરો માં ભડતા અસંખ્ય માછલીઓ ના જીવ ગયા છે ત્તયારે આ લીકેજ લાઈન ને જલ્દીથી રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે


Share to

You may have missed