
માતા-પિતા પોતાના સંતાનોના જન્મ દિવસની મોટો ખર્ચ કરી ઉજવણી કરતા હોય છે.ત્યારે નેત્રંગ તાલુકાના આંજોલી ગામમાં રહેતા અને તાલુકા હેલ્થ કચેરી ખાતે ફરજ બજાવતા ગણેશભાઈ નાનજીભાઇ વસાવાએ પોતાની પુત્રી કાવ્યાના જન્મ દિનની પ્રકૃતિનું જતન થાય તેવી રીતે ઉજવણી કરી છે પિતાએ જમરૂખ.દાડમ.આમળા,સરગવો,સીતાફળ સહિતના ફળાઉ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ વૃક્ષારોપણમાં ૧ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું
*વિજય વસાવા નેત્રંગ*