December 8, 2024

અશા માલસર બ્રિજ ના લોકાર્પણ કાર્યક્રમ રાખવા બાબત ભરૂચના સાંસદ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 02-08-2023

ભરૂચના સાસદ અને આખાબોલા મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો પત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયા તાલુકાના અશા નર્મદા નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.જિની બંને બાજુ વાહનો સરળતાથી ચાલે તેવા રોડ પણ તૈયાર છે નવો પહોળો માર્ગ બનાવવા માટે લાબી પ્રક્રિયા કરવી પડે તેમ છે અને જે કાર્યને એક વર્ષનો સમય થાય તેમ છે તેથી બ્રિજની હાલની જે સ્થિતિ છે તે જ સ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરી વડોદરા તથા ભરૂચ વિસ્તારના પ્રજાજનો માટે ખુલો મૂકવા સાંસદ મનસુખભાઈ વસાવા એ પત્રમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અશા માલસર બ્રિજ nu કામ પૂર્ણ થતા લોકો ને આ બ્રિજ ઉપયોગી નીવડે તેમ હોઈ આમ જનતા આ પુલ જો વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવે તો આરોગ્ય સહિત વેપાર અંગે નો માલસામાન લઈ જતા વાહનો તેમજ આમ જનતા ને પેટ્રોલ સહીત સમયની પણ બચત થાય તેમ છે જેથી આ પુલ ને વહેલી તકે ચાલુ કરવા લોકો માંગ કરી રહ્યા છે….


Share to