હે રંગલો જામ્યો…પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસો

Share toમાય લિવેબલ અંકલેશ્વર – જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સીએસાર પહેલ અંતર્ગત સંગીતપ્રેમી જનતા માટે સંગીત મહોત્સવ

ભરૂચ:શનિવાર:માય લિવેબલ અંકલેશ્વર – જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સીએસાર પહેલ અંતર્ગત સંગીતપ્રેમી જનતા માટે સંગીત મહોત્સવનો બે દિવસીય કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

આજે પહેલા દિવસે હે રંગલો જામ્યો…પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોનો ઉપક્રમ માં શારદા ભવન અંક્લેશ્વર હોલ ખાતે યોજાયો હતો.

આ સંગીત મહોત્સવમાં કલાકારો વૃંદમાં વિરાજ – બિજલ ,હિમાલી વ્યાસ, અમન લેખડિયા, અતીત કાપડિયા,મહર્ષિ પંડ્યા ,ગાર્ગી વોરા,આદિત્ય નાયક વગેરેએ અંકલેશ્વરની સંગીત પ્રેમી જનતાને સંગીતનું રસપાન કરાવ્યું હતું.

આ વેળાએ નગર પાલિકા પ્રમુખ શ્રી વિનય વસાવા,ચીફ ઓફિસર શ્રી કોલડીયા,અંક્લેશ્વર મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત સહિત નગરપાલિકાના સદસ્યો તથા નગરની સંગીતપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
-૦-૦-૦


Share to