November 29, 2023

ડેડીયાપાડા ના મોજદા રોડ પર દવાખાનું ચલાવતા પકડાયેલા બોગસ ડોક્ટરનો કોર્ટમાં નિર્દોષ છુટકારો

Share to


નર્મદા જિલ્લામાં અવાર નવાર બોગસ ડોકટરો આરોગ્ય વિભાગ અને પોલીસ ની રેડ માં પકડાઈ છે ત્યારે ૨૦૨૦ નાં વર્ષમાં પકડાયેલા એક બોગસ ડોકટર નો કેસ આજે કોર્ટ માં ચાલી જતાં વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે આ ડોકટર ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ડો.જીનલકુમાર મનુભાઇ પટેલ મેડીકલ ઓફિસર સેજપુર પી.એચ.સી નાંએ તા.૦૧/૧૨/૨૦૨૦ નાં રોજ મળેલ સુચના મુજબ ડેડીયાપાડા બજાર વિસ્તાર માં કેટલાક બોગસ ડોક્ટરો દવાખાના ચલાવી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાની બાતમીના આધારે તેમનાં સ્ટાફ સાથે તથા પો.સ.ઇ.ડામોર તથા અન્ય પોલિસ નાં માણસોને સાથે રાખી તપાસ માટે નિકળેલા તે દરમ્યાન મોજદા રોડ પર મમતા દવાખાનાનું બોર્ડ લગાવી દવાખાનું ચલાવતા ડો.મિલ્ટન ડી.ઠાકુર ને રૂ।. ૪૭,૩૭૯/-ની એલોપેથી ની દવાઓ સાથે સ્થળ પર પકડી અટક કરેલ અને તેમનાં વિરુધ્ધ ફરીયાદ આપતા પોલિસે મેડીકલ પ્રોહિબેશન એક્ટની કલમ ૩૦ તથા ઇ.પી.કો.ની કલમ ૩૦૮ હેઠળ ચાર્જશીટ કરી ડો.મિલ્ટન ડી ઠાકુર વિરુધ્ધ કેસ કરેલ આ સેસન્સ કેસ નર્મદા જીલ્લાનાં ડીસ્ટ્રીક્ટ અને સેસન્સ જજ જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા બચાવ પક્ષના વકીલ બંકીમ એચ પરીખે રજુઆત કરતા જણાવેલ કે જે તે સમયે કોરોના કાળ હતો અને સરકારે પણ પરિપત્રો દ્વારા તાત્કાલિક સારવાર માટેની છુટ આપી હતી તેમજ ડો. મિલ્ટન ડી ઠાકુર કોઇ પણ દર્દીનાં સ્વાસ્થય સાથે ચેડા કરતું કોઇ કૃત્ય કરેલ ન હોઇ જેવી દલીલો કરતા કોર્ટે ડો.મિલ્ટન ઠાકુરને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to