September 7, 2024

દેડીયાપાડા માં મહિલાની ખોટી અફવા ઉડાવી પતિ દ્વારા શંકા કરી મહિલાને ત્રાસ આપતા મદદે પોહચી અભયમ નર્મદા

Share to



નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલાની ગામનાં એક માણસ દ્વારા ખોટી અફવા ઉડાવી જે સાંભળી પતિએ પત્ની ઉપર માનસિક અને શારિરીક ત્રાસ આપવાનુ ચાલુ કરેલ તેથી મદદ માટે મહીલાએ 181 ની મદદ માગેલ.

181ના કાઉન્સેલર દ્રારા કાઉન્સિલગ કરતા જાણવા મળેલ કે ગામનાં એક પુરુષ જે મહિલાના સંબંધ માં કાકા થાય છે તેઓએ વ્યશન કરીને ગામનાં બીજા માણસને એવી અફવા ફેલાવી કે ઉ.દા.પેલાંની પત્નીનું મારી સાથે અફેર છે. જે વાત પતિને બીજાના મોઢેથી સાંભળતા પતિએ પત્ની ઉપર શંકા કરી મહિલાને મારપીટ કરી ત્રાસ આપવાનું ચાલુ કરેલ, તેથી મહિલાએ આખરે મહિલા 181હેલ્પલાઇન ની મદદ માગેલ.
181નાં કર્મચારી ઘટના સ્થળે પહોંચી બંને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે આ બધી અફવા છે, મહિલાને કોઈ પણ પુરૂષ સાથે સંબધ નથી. જેને અફવા ફેલાવી છે તેને બદનામ કરવામાં આવે છે, તે પુરૂષએ આવી જ બીજી પણ ઘણી મહિલાને આવી અફવા ફેલાવીને બદનામ કરવાની કોશિશ કરેલ એવું જાણવા મળેલ. ગામનાં એ પુરૂષને ધટના સ્થળે બોલાવી પૂછપરછ કરવામાં આવેલ પુરુષે પોતાની ભૂલ કબૂલ કરેલ આ મહિલાનું મારી સાથે સંબંધ નથી મે મજાક માં કીધું હતું વ્યસન કરીને મને યાદ નથી રહેતું. પરંતુ બીજી વાર આવી ભૂલના થાય તેની ખાતરી આપું છું તેમ કહી માફી માગેલ, આમ પુરૂષ મહિલા પાસે પણ માફી માગેલ, આમ 181 ટીમ દ્વારા બંન્ને પક્ષને સમજાવી કાયદાકીય સમજ આપી, પતિ -પત્ની અને ગામનાં પુરૂષ વચ્ચે સમાધાન કરાવવામાં આવેલ.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed