September 7, 2024

મણિપુર ની ઘટનાના વિરોધમા રાજપારડી સજ્જડ બંધ તો ઉમલ્લા અને ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ..

Share to

દેશના મણીપુર રાજ્યમાં આદિવાસીઓ મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજ દ્વારા અગાઉ ઝઘડીયા ના આદિવાસી સઁગઠન દ્વારા ઝગડીયા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હત

આદિવાસી સમાજ દ્વારા ગુજરાતમાં અપાયેલા બંધના પગલે આજરોજ આદિવાસી વિસ્તાર ગણાતી પૂર્વ પટ્ટી બંધના એલાનમાં અમુક અમુક ગામોમા તેની અસર જોવા મળી હતી ઝઘડિયા તાલુકામાં મુખ્ય વેપારી મથક રાજપારડી સજ્જડ બંધ રહ્યું હતું તો ઝઘડિયા મુખ્ય મથક સવારથીજ ખુલ્લું રહ્યું હતું

તેમજ ઉમલ્લા ના કેટલાક દુકાનદારો દ્વારા માત્ર દેખાવો કરવામાં આવ્યો હોઈ તેમ સોશિયલ મીડિયા મા બંધ ના ફોટો વાયરલ કરી અમુક કલાકો માંજ દુકાનો ખોલી દેતા આદિવાસી સમાજના લોકો મા આ પ્રત્યે છુપી નારાજગી દેખાઈ હતી આ બાબતે મુખ્ય મથકો મા સવારથી મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો વેપારીઓને આદિવાસી આગેવાનો એ દુકાનો બંધ રાખવા માટે અનુરોધ કર્યો હતો. ઇમરજન્સી સહિત મેડિકલ,દૂધ સહીત ના જીવનજરૂરિયાત ને લાગતી દુકાનો ને છૂટ હોઈ તે બે રોક ટોક ચાલુ રહેતા લોકો ને રાહત થઈ હતી આદિવાસી સમાજના વિવિધ સંગઠનો એ મણિપુર ની ઘટનાને વખોડી તેની નિંદા કરી હતી…

#DNSNEWS


Share to

You may have missed