November 28, 2023

મણીપુર ની ઘટના ના વિરોધમાં ઉમરપાડા તાલુકો સંપૂર્ણ બંધ

Share toમણીપુર માં મહિલાને નિર્વાસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બરબરતા પૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના વાસ્તવિક કૃત્ય ની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકામાં ઘેરાં પ્રત્યાઘાત સાથે સંપૂર્ણ આખો ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં બંધ જોવા મળ્યું હતું . ઉંમરપાડા તાલુકાના ઉમરપાડા, કેવડી, વાડી, વડપાડા, ખોટારામપુરા, સરવણ ફોકડી જેવા ગામોમાં પણ નાના નાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા .વાડી ગામે આજે તમામ દુકાનો કવોરી ઉદ્યોગ હાટ બજાર બંધજોવા મળ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 શામળાજી થી વાપી વચ્ચે હાઈવે રસ્તો પણ વાહનો મોટા પ્રમાણમાં બંધ જોવા મળ્યા હતા. આમ ઉમરપાડા તાલુકા એ મણીપુરની ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. આમ આદિવાસી સંગઠનોના આપેલ બંધ ના એલાન ને ઉમરપાડા તાલુકામાં જોવા મળ્યો હતો.

*રિપોર્ટર: સર્જન વસાવા,ઉમરપાડા*


Share to