.
…….*ઘડિયાળ ના કાંટાની કટ કટ માં તક -તક પારખવાની નરેન્દ્ર મોદી ની દૂરદર્શિતાને ભારતની પ્રગતિ નો આધાર બન્યો. -………રાજ્યમંત્રી કુંવરજી હળપતિ..*
રિપોર્ટર… નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી ખાતે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યમંત્રી, કુંવરજી હળપતિ દ્વારા માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સભાખંડ માં માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠન, તાલુકા સરપંચ સંગઠન, નગર પાલિકા તથા તાલુકા સંગઠન ના હોદ્દેદારો ને પ્રધાનમંત્રી દરમ્યાન 9 સિદ્ધિઓ ને દર્શાવતી દીવાલ ઘડિયાળ નું વિતરણ કરાયેલ હતું.
*ઘડિયાળ ના કાંટાની કટ કટ થી
વીતતાં સમય સાથે *તક -તક* પારખવાની નરેન્દ્ર મોદી ની દૂરદર્શિતા ના પરિણામે આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે ભારત નો દરેક નાગરિક સમય ની *દરેક ઘડી ને અવસર માની રાષ્ટ્રનિર્માણની વિકાસયાત્રા માં સહભાગી રહેવાનો રાજ્યમંત્રી દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.* આ કાર્યક્રમ માં બારડોલી લોકસભા ના સાંસદ પરભુ વસાવા દ્વારા. ઘડિયાળ નું અનાવરણ કરાયું હતું. જ્યાર બાદ સાંસદ પરભુ વસાવા દ્વારા રાજ્યમંત્રી કુંવરજી હળપતિ ને ભારતીય સંવિધાનની મૂળ કોપી આપી અભિવાદન કરાયેલ હતું.
આ પ્રસંગે માંડવી નગર, તાલુકા સંગઠન ના હોદ્દેદારો હજાર રહ્યા હતા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો