November 21, 2024

ઝગડીયા તાલુકાના પડવાણીયાથી રાજપારડી નો રોડ સંપુર્ણ તુટી જતાં ગ્રામજનો એ સાંસદ ને રજુઆત કરી

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના પડવાણીયાથી રાજપારડીનો ડામર રોડ નું હાલ કામ કેટલાક મહિનાથી ચાલી રહ્યું છે આ માર્ગ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ના સ્ટેટ હાઈવે અંતર્ગત આવે છે. જે રોડ ધારોલી થી પડવાણીયા સુધી નો મંજુર થયેલ છે. જેનું કામ હાલ પ્રગતિમાં છે અને તેની પોહળાઈ વધારવામાં આવી રહી છે સદર આ રોડ ધારોલીથી રાજપારડીને જોડતો રસ્તો છે. અને આ માર્ગ વાલિયા જવા માટે પણ ઉપયોગ માં લેવાય છે આ એક મુખ્ય માર્ગ હોઈ જે રસ્તાનો ઉપયોગ આજુ બાજુની 15 થી 20 ગ્રામ પંચાયત ના આશરે 20000 હજારથી વધુ લોકો ઉપયોગ કરે છે.

જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ખનીજ વહન કરતા વાહનો અને GMDC પ્રોજેકટ ના ભારદારી વાહનો સિલીકા સેન્ડની માઈન્સોમાંથી હેવી વાહનો આ રોડનો ઉપયોગ કરે છે.ઉપરોક્ત આ રોડ 15 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ હતો. અને હેવી વાહનોની ભારે અવર જવર ના કારણે અને લાંબા સમયથી તેનું પેચ વર્ક કે નવો ના બનાવવાના કારણે રોડની સપાટી સંપુર્ણ તુટી ગયેલ છે. ઉપરોક્ત રોડની પહોળાઈ પણ 3.75 મીટર જ છે. જેના લીધે મોટા હાઈવા ટ્રકો વિગેરે પસાર થતી હોઈ સાંકડા અને ખરાબ રસ્તાને કારણે ઘણા જીવલેણ અકસ્માતો થયેલા છે. વિદ્યાર્થીઓ શાળા કોલેજ જતા હોઈ છે જેઓ સમયસર પહોચી શકતા નથી અને તેઓ ના અભ્યાસ માં પણ વિક્ષેપ પડે છે . અને ઇમરજન્સી માં એમ્બયુલન્સ વિગેરે આરોગ્યની સેવાઓનો પણ આ રસ્તાના કારણે સમયસર ના પોંહચતા તેનો લાભ જનતા સુધી પોંહચતો નથી.. આ માર્ગ બિસ્માર હોવાના કારણે સામાન્ય લોકોના જનજીવન ઉપર ગંભીર અસર થાય છે તેવા આક્ષેપ સાથે અમુક સ્થાનિક ગ્રામજનો દ્વારા પત્ર લખી સાંસદ મનસુખભાઈ વસાવાને રજૂઆત કરી હતી અને આ રસ્તાને 7 મીટર પહોળો કરી નવો રસ્તો મંજુર કરી આપવા માટે પત્રમાં ઉલ્લેખ રવામાં આવ્યો હતો…


Share to

You may have missed