November 21, 2024

પ્રાથમિક શાળા રજલવાડા ખાતે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક PHD થયા…

Share to

સંસ્કૃત વિષયમાં “રાધાચરિતમ કી કાવ્યશાસ્ત્રીય મોમાંસા” વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામના રહેવાસી રીતેશકુમાર ડાયાભાઈ પરમાર હાલ તેઓ ઝગડીયા તાલુકામાં પ્રાથમિક શાળા રજલવાડા ખાતે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓએ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના ભૂતપૂર્વ વિભાકાધ્યક્ષ પ્રોફેસર ડો. વીણાબેન વી ઠક્કર તથા સહ માર્ગદર્શિકા ડો. મયુરીબેન ભાટિયા સંસ્કૃતિ વિભાગ ભાષાભવન અમદાવાદના માર્ગદર્શનમાં સંસ્કૃત વિષયમાં “રાધાચરિતમ કી કાવ્યશાસ્ત્રીય મોમાંસા” વિષય પર મહાશોધનિબંધ તૈયાર કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે પ્રસ્તુત કર્યો હતો જે મહાશોધનિબંધને માન્ય રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા રિતેશકુમાર ડાયાભાઈ પરમારને પીએચડી ની પદવી એનાયત કરવામાં આવી હતી..


Share to

You may have missed