પીવાનું મીઠું પાણી મળતું નથી, પીવાના મીઠા પાણી માટે નાગરિકો ને ખર્ચવા પડે છે 500 રૂપીયા….
ગ્રામજનોએ પીવાના પાણી સાફ-સફાઈ આવાસ યોજના બાબત સહિતના પ્રશ્નો બાબતે ઝઘડિયા પંચાયતથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરી.
બહુજન મુક્તિ પાર્ટીના હોદ્દેદારો તથા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકોની સહી સાથે તેમના પીવાના પાણી બાબતના, સાફ-સફાઈ બાબતના, આવાસ યોજના બાબતના સહિતના પ્રશ્નો બાબતે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીથી લઈ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકો સહિત બહુજન મુક્તિ પાર્ટીના હોદ્દેદારો દ્વારા એક લેખિતમાં રજૂઆત ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીને આપી છે, જેમાં તેમણે પોતે અનુસૂચિત જાતિ તથા લઘુમતી સમાજના નાગરિકોના સુખાકારી તથા તેમની જીવન જરૂરિયાત બાબતના પ્રશ્નો બાબતે રજૂઆત કરી છે, જેમાં પીવાના પાણી બાબતે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી પીવાનું મીઠું પાણી મળતું નથી, પીવાના મીઠા પાણી માટે તેમણે ફિલ્ટર પાણી વેચાતું લાવવું પડે છે જેમાં ૫૦૦ સુધીનો ખર્ચ નાગરિકો પર પડે છે જે બાબતે ઉકેલ લાવવા જણાવ્યું હતું. ઘર વપરાશના ગંદા પાણી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તેમણે માંગણી કરી હતી કે તેમના ઘરોમાંથી નીકળતા ગંદા પાણી માટે પાકી ગટર વ્યવસ્થા નહીં હોવાના કારણે ગંદકીનો માહોલ ઉભો થાય છે જેના કારણે અવારનવાર તાવ શરદી જેવા રોગોનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
માંદગીની સારવાર પાછળ પણ માસિક હજારો સુધીનો ખર્ચ ગંદા પાણીના કારણે વેઠવામાં આવી રહ્યો છે, જેથી તેમના વિસ્તારની અંદરથી પસાર થતી ગટરો પાકી અને ઘર વપરાશ તેમજ વરસાદ પાણીના નિકાલ માટે સુવ્યવસ્થિત થાય તે રીતે બનાવવા અપીલ કરી છે, ઉપરાંત ગ્રામ પંચાયતમાં સફાઈ વેરાની પ્રથા લાગુ પડી છે ત્યારથી અત્યાર સુધી તેઓ વેરો ભરે છે તેની સામે કોઈ સાફ-સફાઈ કરવામાં આવતી નથી જે તાત્કાલિક અસરથી શરૂ કરવાની માંગણી કરી છે. આવાસ બાબતે તેમણે જણાવ્યું હતું કે માનવજીવનમાં જીવન જીવવા માટે રસ્તા ગટર પાણી ખોરાક દવા શિક્ષણ તમામની જરૂરિયાત છે અને આ તમામ કરતાં અગત્યની જરૂરિયાત પ્રત્યે માણસ માટે આવાસની છે. સરકાર તરફથી આ બાબતે ધ્યાને લઈ સમગ્ર દેશમાં ઇન્દિરા આવા સરદાર આવાસ ડો. આંબેડકર આવાસ પ્રધાનમંત્રી આવાસ જેવી વિવિધ યોજનાઓ બનાવી તેના પાત્ર હોય તેવા લાભાર્થીઓને સમગ્ર દેશમાં આવાસોના લાભ આપવામાં આવે છે, જે આવાસો આપવામાં આવ્યા છે તેમાં નિયમ મુજબનું બાંધકામ થયેલ નથી તેવા આક્ષેપ કર્યો છે અને એમાં કેટલાક લોકોને આજ દિન સુધી આવાસ યોજનાનો લાભ મળ્યો પણ નથી, અમુક ગ્રામજનોને એક જ ઘરમાં એકથી વધુ સંતાનો હોવા છતાં એક જ આવાસમાં નાછુટકે મજબૂરીથી રહેવાનો વારો આવેલ છે.
પંચાયત તરફથી યોગ્ય સમયે અને સરકારી ધારા ધોરણ મુજબ સમયે લાભ નહીં આપવાના કારણે પોતાના ખર્ચે અને પોતાના જોખમે પોતાના પરિવાર માટે ના છૂટકે કાચા પાકા ઝૂંપડા બાંધવાની ફરજ પડી છે, આ ઉપરાંત ટોયલેટ બાથરૂમની પણ સહાય આપવામાં આવેલ નથી તેમ તેમણે જણાવ્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રજૂઆત સ્થાનિક કક્ષાએ કરતા હોય આ પ્રશ્નના નીકાલ બાબતનો જવાબ રજૂઆતના દિન ૧૫ માં આપશો તેવી અપેક્ષા સેવી હતી, જો રજૂઆત બાબતનો જવાબો દિન ૧૫ માં આપવામાં નહીં આવે તો ના છૂટકે બંધારણીય નિયમ અનુસાર અહિંસક રીતે લોકશાહી ઢબે ઉપવાસ, આંદોલન, ધરણાં વિગેરે કરવાનો વધારે વખત આવશે અને તેનાથી ઊભી થતી તમામ પરિસ્થિતિની જવાબદારી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત તથા નકલ રવાના કરેલ તમામ અધિકારી તેમજ પદાધિકારીની રહેશે તેમ જણાવ્યું હતું…
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.