November 21, 2024

લોકો ના હૃદય મા સ્થાન ધરાવતા રાજપીપળાના ડો.હૃદય કે પરીખ નું અવસાન થતાં શોક ની લાગણી ફેલાઈ

Share to



હાઈલાઈટ
આજે જ્યારે ડોકટરો દર્દીઓ પાસે થી માત્ર પૈસા પડાવવાનોજ આશય રાખતા હોય તેવા માં ડો.હૃદય પરીખ નજીવી ફી લઈ દર્દીઓ ને સાજા કરતા, માનવતા નું ઉત્તમ ઉદાહરણ સમાન હતા.


ઈકરામ મલેક:રાજપીપળા

રાજપીપળા ના સ્ટેશન રોડ ઉપર આવેલ ક્લિનિક મા વર્ષો થી પ્રેક્ટિસ કરતા ડો.હૃદય કે પરીખ નું ગત 6 જુલાઈ ની રાત્રે હાર્ટએટેક ને કારણે અવસાન થતા લોકો મા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

દર્દીઓ ને માત્ર 20 રૂ જેવી નજીવી ફી લઈ સારવાર કરતા અને પોતાની પાસે થીજ ટેબ્લેટ પણ આપતા અને ક્ દર્દીઓ ને બહાર ની દવા લખી આપતા સમયે પણ ક્યારેય બીન જરૂરી કે મોંઘી દવાઓ લખી આપવાનું ટાળતા હતા.

આજ ના યુગ મા દાક્તરી વ્યવસાય ને માત્ર નફો રળવા માત્ર નો ધંધો બનાવી લીધો છે ત્યારે ડૉ. હૃદય ના માનવીય અભિગમ અને નજીવી ફી થીજ સંતોષ માની લોકો ની સેવા નોજ આશય હોઈ રાજપીપળા નગર અને આસપાસના ગામડા ના દર્દીઓ મોટી સંખ્યા મા વર્ષો થી ડૉ. હૃદય પાસે જ દવા અને સારવાર માટે જવાનો આગ્રહ રાખતા હતા.

ડૉ હૃદય પરીખ નું ક્લિનિક તેમના પિતા એ શરૂ કર્યું હતું અને લગભગ 100 વર્ષ કરતા પણ જૂનું ક્લિનિક હતું, ત્યારે અચાનક તેમનું અવસાન થઈ જતા વર્ષો થી તેમની પાસે પોતે અને પોતાના બાળકો માટે બીમારી ના પ્રસંગે દવાઓ લેવા જતા એક બોવ મોટા સમૂહ મા ઘેરા શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમના અવસાન થી લોકો મોટી ખોટ અનુભવી રહ્યા છે.


Share to

You may have missed