November 21, 2024

રાજપીપળા નગરના વોર્ડ 1 મા “દાંત કાઢતો” રોડ રાહદારીઓ મા કુતુહલ નું કારણ બન્યો

Share to



ઈકરામ મલેક:નર્મદા

થોડા દિવસો પહેલાંજ રાજપીપળા નગર મા નગરપાલિકા દ્વારા સામા ચોમાસે રોડ રસ્તાઓ બનાવવાનું અભિયાન હાથ ધરાયુ હતું. નગર ના લગભગ તમામ રસ્તાઓને યુદ્ધ ના ધોરણે નવા બનાવી દેવા માટે જાણે આક્રમણ કરાયું હોય એવી રીતે રાત-દિવસ આખા નગરમા ડામર ભરેલા ડમ્પર દોડાદોડી કરતા હતા, લોકોએ પણ નવા રોડ બને તો વરસો થી ખાડા-ખાબોચિયા મા ચાલવા થી છુટકારો મળશે એવો આશાવાદ વ્યક્ત કરી કામગીરી ને આવકારી હતી.

પણ ડામર અને કોન્ક્રીટ ના રોડ બનાવવાની કામગીરી મા માત્ર વેઠજ ઉતારાઈ હોઈ તેવો ઘાટ સર્જાયો છે, ઠેરઠેર ડામર ઉખડી કે બેસી ગયેલો દેખાય છે, અને ફરી એજ ખાડાઓ નું સર્જન ટુંકજ સમય મા થવા લાગતા લોકો ને લાંબા સમય થી પડી રહેલી હાલાકી અને હાડમારી થી છુટકારો મળશે એ આશા હવે ઠગારી નીવડી રહી હોય એમ લાગે છે.

રાજપીપળા નગરના વોર્ડ નંબર 1 આવતા આશાપુરી માતા ના મંદિરના પ્રાંગણમાં જ થોડાક જ દિવસ પહેલા બનાવવામાં આવેલા સિમેન્ટના સીસી રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે અને જાણે કે “રોડ દાંત કાઢી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે”. જાણે પ્રતીકાત્મક રીતે રોડ આસપાસ ના રહીશો ઉપર હસતાં દાંત કાઢી ને કહેતો હોય કે લો તમે ખરાબ રોડ માંથી છુટકારો મેળવવા માંગતા તા ને?? પણ એમ આસાનીથી હું તમારો પીછો નથી છોડવાનો નથી.


Share to

You may have missed